ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
2013માં કોઇમ્બતુર જિલ્લામાં ક્રિસમસ સેલિબ્રેશન માં એક કેક કાપીને ખાવામાં આવી. અને આ કેક એ વિવાદ ઊભો કર્યો.વાત કેમ છે કે છ ફૂટ લાંબી અને પાંચ ફૂટ પહોળી એ કેક ભારતના નકશા વાળી અને એની ઉપર તિરંગા સાથે અશોક ચક્ર નું ડેકોરેશન હતું. ત્યાં ઉપસ્થિત અઢી હજાર લોકોએ એક ખાધી પરંતુ ત્યાં હાજર રહેલા એક રાજકીય પક્ષના નેતાએ ત્યારબાદ ફરિયાદ નોંધાવી તેમના મતે તિરંગા ની કેક કાપી અને ખાવી એ રાષ્ટ્રીય પ્રતીક નું અપમાન છે. જોકે એ સમયે કાર્યક્રમમાં જિલ્લા અધિકારી અને પોલીસ અધિકારીઓ પણ સામેલ હતા.
આ ફરિયાદ અંગે મદ્રાસ હાઇકોર્ટે એક ચોંકાવનારો નિકાલ આવ્યો છે જેના અનુસાર દેશભક્તિ એ કોઇ એક વ્યક્તિના કૃત્ય પર આધાર રાખતી નથી. દેશભક્તિ તે વ્યક્તિની માનસિકતા અને તેના વિચારોમાં હોય છે. પોતાના આ નિર્ણય માટે મદ્રાસ હાઇકોર્ટે 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે યોજાતા સમારંભનું ઉદાહરણ આપતાં કહ્યું કે જ્યાં સુધી કાર્યક્રમ ચાલુ હોય ત્યાં સુધી તિરંગો ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિના હાથમાં હોય છે અને કાર્યક્રમ પત્યા પછી જમીન પર .તો શું એ માટે કાર્યક્રમમાં હાજર લોકો વિરુદ્ધ કેસ કરવાનો?તેથી આ કેકના બનાવમાં પણ કોઇ જ ગુનો સાબિત થતો નથી.
જોકે મદ્રાસ હાઈકોર્ટનો નિકાલ થી વિવાદ ઉભો થઈ શકે છે,કારણ કે ભારત દેશ ને ન ચાહનારા લોકો આવું કૃત્ય કરે અને ભારતને અપમાનિત કરે તો તેના માટે જવાબદાર કોણ?
