ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
ભારતના પશ્ચિમ કિનારા પર અત્યારે એક નવી સમસ્યા આકાર લઇ રહી છે. અરબી સમુદ્રમાં ઓછા દબાણનો એક પટ્ટો તૈયાર થયો છે જે અત્યારે વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ ઓછા દબાણ નો પટ્ટો જે વાવાઝોડામાં પરિવર્તિત થયો છે તે 15 મેના રોજ પશ્ચિમ ભારતના પ્રદેશ પર ત્રાટકશે. એવી આગાહી કરવામાં આવી છે કે કોંકણ, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક આ સમુદ્રી તટ વિસ્તારમાં જોરદાર વરસાદ પડશે. તેમજ તીવ્ર ગતિથી પવન ફૂંકાશે. આ વાવાઝોડાને કારણે ચોમાસા પર શું અસર થશે તે જાણકારી હજી પ્રાપ્ત થઇ શકી નથી.