Site icon

Cyclone Michaung : હવામાન વિભાગની આગાહી.. મહારાષ્ટ્રમાં ચક્રવાતી તોફાન ‘મિચોંગ’ની અસર… આ જિલ્લાઓમાં આગામી બે દિવસ ભારે વરસાદનું એલર્ટ.. જાણો મુંબઈમાં કેવી રહેશે સ્થિતિ

Cyclone Michaung : ભારતીય હવામાન વિભાગએ આગાહી કરી છે કે ચક્રવાત મિચોંગની અસર વિદર્ભના કેટલાક જિલ્લાઓમાં જોવા મળશે. આ આગાહી મુજબ 6 ડિસેમ્બર બુધવારે સવારથી વિદર્ભના કેટલાક જગ્યાએ આકાશ વાદળછાયું રહ્યું હતું અને બપોર સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.

Cyclone Michaung Meteorological Department's forecast... Impact of Cyclonic Storm 'Michong' in Maharashtra... Alert of heavy rains in these districts for the next two days

Cyclone Michaung Meteorological Department's forecast... Impact of Cyclonic Storm 'Michong' in Maharashtra... Alert of heavy rains in these districts for the next two days

News Continuous Bureau | Mumbai

Cyclone Michaung : ભારતીય હવામાન વિભાગ ( IMD ) એ આગાહી કરી છે કે ચક્રવાત મિચોંગ ( Cyclone Michaung ) ની અસર વિદર્ભ ( Vidarbha ) ના કેટલાક જિલ્લાઓમાં જોવા મળશે. આ આગાહી મુજબ 6 ડિસેમ્બર બુધવારે સવારથી વિદર્ભના કેટલાક જગ્યાએ આકાશ વાદળછાયું રહ્યું હતું અને બપોર સુધી વરસાદ ( rain ) ચાલુ રહ્યો હતો. વરસાદ બાદ ઠંડીમાં એકાએક વધારો થયો હતો. આવી સ્થિતિમાં બુધવારે મહત્તમ તાપમાન 22.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું હતું. તેમ જ દિવસના તાપમાનમાં અચાનક ઘટાડો થતાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ ચક્રવાત (સાયક્લોન મિચાઉંગ) પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ રાજ્યોને અસર કરી છે. આ વાવાઝોડાની અસર રાયપુર અને નાગપુર સુધી પહોંચી ગઈ છે. વિદર્ભ અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. નાગપુરમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં માત્ર ત્રણ ડિગ્રીનો તફાવત હતો. જેના કારણે દિવસભર શહેરમાં ધુમ્મસ છવાયું હતું.

ચક્રવાતના કારણે મધ્ય રેલવેએ ( Central Railway ) 3 થી 7 ડિસેમ્બર વચ્ચે ચાલનારી 144 ટ્રેનો રદ કરી

આ જ સ્થિતિ (ચક્રવાત મિચોંગ) 7 ડિસેમ્બર, ગુરુવારે શહેર અને વિદર્ભ પર યથાવત રહેવાની શક્યતા છે. વરસાદની ગતિ ધીમી પડશે. જોકે, આકાશ વાદળછાયું રહેશે. જો કે શુક્રવારથી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં એકાએક ઘટાડો થવાની સંભાવના ( Weather forecast ) છે. ખરેખર, શિયાળો ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો : Tuljabhavani Mandir : તુળજાભવાની મંદિરમાંથી પ્રાચીન સોનાના મુગટ સહિત આટલા આભુષણો થયા ગાયબ.. તપાસ સમિતિના રિપોર્ટમાં ચોંકાવનારી હકીકતો આવી સામે.. 

ચક્રવાતના ( cyclone ) કારણે મધ્ય રેલવેએ 3 થી 7 ડિસેમ્બર વચ્ચે ચાલનારી 144 ટ્રેનો રદ કરી છે. રેલવે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તમિલનાડુ, બેંગલુરુ, હૈદરાબાદ, નવી દિલ્હી, હાવડા, લખનૌ, વિશાખાપટ્ટનમ, તિરુપતિ, પુડુચેરી અને અન્ય રૂટ પર ચાલતી ટ્રેનોને રદ કરવામાં આવી છે.

BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
Exit mobile version