ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
3 જુન 2020
ભારત હવામાન ખાતા (આઈએમડી) એ મંગળવારે જણાવ્યું હતું કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત 'નિસર્ગ' મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ પ્રયાણ કરી છે, અને 3 જૂને મુંબઈની નજીક ત્રાટકશે.. આથી મુંબઈગરા સહિત સરકાર, હવામાન વિભાગ થઈ લઈ NDRF સહીના લોકોને એલર્ટ કરી દેવાયાં હતા.
જોકે નિસર્ગ બુધવારે બપોરે મુંબઇથી 94 kms દક્ષિણમાં અલીબાગની નજીક 100-110 કિ.મી.ની ઝડપે ત્રાટકયુ હતું જેની અસર મુંબઈ, ગુજરાત અને અન્ય પડોશી રાજ્યો સહિત મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓને થઈ છે. આ અંગે હવામાનશાસ્ત્ત્રી એ કહ્યું હતું કે “વાવાઝોડાને લઈ મુંબઈ માટે જે ભીતી હતી તે લગભગ પૂરી થઈ ગઈ છે. પરંતુ આજે રાત સુધી મધ્યમ વરસાદ ચાલુ રહેશે પરંતુ પવન 50 કિ.મી પ્રતિ કલાકથી વધુ રહેશે નહીં".જોકે વરસાદના ઝાપટાં અને પવનના સૂસવાટા ચાજુ જ રહેશે જેને લીધે મુખ્ય પ્રધાને પણ મુંબઈના રહેવાસીઓને કહ્યું છે કે" જોરદાર પવન ફુંકાવાને કારણે શક્ય છે કે વીજ કાપનો સામનો કરવો પડે તો તૈયાર રહેવા જણાવ્યું હતું, શક્ય હોય તો ઇમરજન્સી લાઇટ્સ હાથમાં રાખવાનું સુચન કર્યું છે.
ભારત હવામાન ખાતા (આઈએમડી) ઉમેર્યું હતું કે, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર હતાશા 14.4 N અને રેખાંશ 71.2 E ની નજીક છે, જે પંજીમથી 300 કિ.મી. પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં, મુંબઇથી 505 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ અને સુરતથી 770 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ દિશામાં છે.
નોંધનીય છે કે એવા સમયે આવ્યો છે જ્યારે ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ ધરાવતા બે રાજ્ય, ગુજરાત અને મહારાષ્ટ્ર એક અતિશય દબાણમાં છે. જોક મુંબઇ માથે ટોળાતું સંકટ ટળી જતાં બધાયે રાહતનાં શ્વાસ લીધા છે..