ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે અલગ-અલગ કોરિડોરમાં ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે મુંબઈની નજીક આવેલા દહાણું રોડ પાસે પણ કિસાન રેલ પહોંચી ગઈ છે. અહીં બે કિસાન સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.પરિણામે ૬૦ ટન જેટલા ચીકુ અત્યાર સુધી ઉત્તર ભારત એટલે કે દિલ્હીમાં મોકલવામાં આવ્યા છે.
કિસાન રેલને કારણે અમલસાડ, ચીખલી, ઉદવાડા, પારડી અને દહાણુ ક્ષેત્ર ને જોડી દેવામાં આવ્યા છે આથી યોગ્ય સમયે ચીકુનું ઉત્પાદન તેના બજાર સુધી સમયસર પહોંચી શકે.
આજથી અગાઉ દાહણુ માં ચીકુ ઉગ્યા બાદ તે ચીકુ સીધા મુંબઈ શહેરમાં આવી પહોંચતા હતા. જેને કારણે મુંબઈ શહેરવાસીઓને તાજા ચીકુ નો સ્વાદ મળતો હતો. હવે વસ્તુ સ્થિતિ બદલાઈ ગઈ છે અને આ ચીકુનું બજાર ઘણું મોટું થઈ ગયું છે. ચીકુ એક એવું ફળ છે જે ખુબ ટુંકા સમય સુધી બજારમાં સલામત રહી શકે છે. ત્યારબાદ તેની સડવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. આ સમય દરમ્યાન વાહન વ્યવહાર પૂરતો ન હોવાને કારણે આ પાક સસ્તા ભાવે ખેડૂતોને વેચી દેવો પડતો હતો. હવે વસ્તુ સ્થિતિ બદલાઈ છે અને ચીકુ સમયસર યોગ્ય બજારમાં પહોંચી જતા ખેડૂતોને સારા પૈસા મળશે. તેમજ તે ઉત્પાદનની નજીકમાં રહેતા લોકોને અત્યાર સુધી જે નૈસર્ગિક ફાયદો મળતો હતો જે હવે આગળથી નહીં મળે.
ઉલ્લેખનીય છે કે હાલ શિવસેના મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધનની સરકાર ચલાવી રહી છે. આ પરિસ્થિતિમાં ગઠબંધન ધર્મ હેઠળ શિવસેનાને એવા સ્ટેટમેન્ટ આપવા પડી રહ્યા છે જે તેમના ભૂતકાળ સાથે સુસંગત નથી.
