News Continuous Bureau | Mumbai
હાલ મહારાષ્ટ્રમાં(Maharashtra) છૂટાછવાયો વરસાદ(Rain) પડી રહ્યો છે. તો અમુક જિલ્લામાં વરસાદ તદન જ ગાયબ છે. રાજ્યમાં વરસાદની ગેરહાજરીમાં, કોંકણ(Konkan) પટ્ટીમાં છેલ્લા દસ વર્ષની સરેરાશ કરતાં એક ડિગ્રી વધુ મહત્તમ તાપમાન(Maximum temperature) નોંધાઈ રહ્યું છે. મુંબઈની નજીક આવેલા દહાણુમાં(Dahanu) મહત્તમ તાપમાન મુંબઈ પછી રાજ્યમાં સૌથી વધુ નોંધાયું હતું.
મુંબઈની નજીક આવેલા અને પ્રખ્યાત મહાલક્ષ્મીનું મંદિર(Mahalakshmi Temple) આવેલું છે તે દહાણુમાં મંગળવારે મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જુલાઈ મહિનામાં આટલું આ તાપમાન ઊંચું કહેવાય અને પૂરા રાજ્યમાં અહીં સૌથી વધુ રહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મહિલા પ્રવાસીઓ સાવધાન- મુંબઈની લોકલ ટ્રેનોમાં ફરી રહ્યો છે સિરિયલ મોલેસ્ટેર- જાણો વિગત
દહાણુમાં મહત્તમ તાપમાન જુલાઈની સરેરાશ કરતાં 1.5 ડિગ્રી વધુ નોંધાયું હતું. બાકીના કોંકણમાં વેધશાળા સ્ટેશને(observatory station) મહત્તમ તાપમાન 30 થી 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કોંકણમાં લઘુત્તમ તાપમાન 25 થી 27 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. લઘુત્તમ તાપમાનમાં પણ સરેરાશ એક ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે.
મધ્ય મહારાષ્ટ્ર(Central Maharashtra), મરાઠવાડા(Marathwada) અને વિદર્ભમાં(Vidarbha) રાજ્યમાં ક્યાંય પણ મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો નથી. આ તમામ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 27 થી 29 ડિગ્રી વચ્ચે જોવા મળે છે. માત્ર હિલ સ્ટેશન(Hill station) મહાબળેશ્વરમાં(Mahabaleshwar) મહત્તમ તાપમાન 19.1 ડિગ્રી અને લઘુત્તમ 17 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે મહાબળેશ્વરમાં લઘુત્તમ તાપમાન રાજ્યમાં સૌથી ઓછું હતું.