Site icon

મુંબઈને અડીને આવેલા આ શહેરનું તાપમાન આખા મહારાષ્ટ્રમાં સૌથી અવ્વલ-તમે ચોંકી જશો

News Continuous Bureau | Mumbai

હાલ મહારાષ્ટ્રમાં(Maharashtra) છૂટાછવાયો વરસાદ(Rain) પડી રહ્યો છે. તો અમુક જિલ્લામાં વરસાદ તદન જ ગાયબ છે. રાજ્યમાં વરસાદની ગેરહાજરીમાં, કોંકણ(Konkan) પટ્ટીમાં છેલ્લા દસ વર્ષની સરેરાશ કરતાં એક ડિગ્રી વધુ મહત્તમ તાપમાન(Maximum temperature) નોંધાઈ રહ્યું છે. મુંબઈની નજીક આવેલા દહાણુમાં(Dahanu) મહત્તમ તાપમાન મુંબઈ પછી રાજ્યમાં સૌથી વધુ નોંધાયું હતું.

Join Our WhatsApp Community

મુંબઈની નજીક આવેલા અને પ્રખ્યાત મહાલક્ષ્મીનું મંદિર(Mahalakshmi Temple) આવેલું છે તે દહાણુમાં મંગળવારે મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જુલાઈ મહિનામાં આટલું આ તાપમાન ઊંચું કહેવાય અને પૂરા રાજ્યમાં અહીં સૌથી વધુ રહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  મહિલા પ્રવાસીઓ સાવધાન- મુંબઈની લોકલ ટ્રેનોમાં ફરી રહ્યો છે સિરિયલ મોલેસ્ટેર- જાણો વિગત

દહાણુમાં મહત્તમ તાપમાન જુલાઈની સરેરાશ કરતાં 1.5 ડિગ્રી વધુ નોંધાયું હતું. બાકીના કોંકણમાં વેધશાળા સ્ટેશને(observatory station) મહત્તમ તાપમાન 30 થી 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કોંકણમાં લઘુત્તમ તાપમાન 25 થી 27 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. લઘુત્તમ તાપમાનમાં પણ સરેરાશ એક ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે.

મધ્ય મહારાષ્ટ્ર(Central Maharashtra), મરાઠવાડા(Marathwada) અને વિદર્ભમાં(Vidarbha) રાજ્યમાં ક્યાંય પણ મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો નથી. આ તમામ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 27 થી 29 ડિગ્રી વચ્ચે જોવા મળે છે. માત્ર હિલ સ્ટેશન(Hill station) મહાબળેશ્વરમાં(Mahabaleshwar)  મહત્તમ તાપમાન 19.1 ડિગ્રી અને લઘુત્તમ 17 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે મહાબળેશ્વરમાં લઘુત્તમ તાપમાન રાજ્યમાં સૌથી ઓછું હતું.
 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version