News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમ એકનાથ શિંદે(CM Eknath Shinde)એ મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ ઘણા નિર્ણયો લીધા છે.
દરમિયાન શિંદે સરકારે દહીંહાંડી(Dahi Handi)નાં દિવસને સાર્વજનિક રજા(Public Holiday) જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મુખ્ય સચિવને આ અંગે સૂચના આપવામાં આવશે.
રાજ્યમાં કોરોના(covid pandemic)ના 2 વર્ષ બાદ પ્રથમ વખત દહીંહાંડી અને ગણેશોત્સવની ઉજવણી કોઈપણ પ્રતિબંધ વિના કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દહીં હાંડી મુંબઈ, થાણે અને સમગ્ર મહારાષ્ટ્રમાં મોટાપાયે ઉજવવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : શિવસેનાને મોટો ઝટકો- ઉદ્ધવ ઠાકરેના પરિવારના આ સદસ્યએ એકનાથ શિંદે સાથે કરી મુલાકાત – જુઓ ફોટોગ્રાફ
