News Continuous Bureau | Mumbai
Dahod Road Accidents: દાહોદ જિલ્લા પોલીસે માર્ગ અકસ્માતના બનાવો સંદર્ભે ગંભીરતાપૂર્વક મલ્ટી ડાયમેન્શનલ એનાલિસીસ કરી માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે સંવેદનશીલ કામગીરી કરી છે. જેને પરિણામે દાહોદ જીલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૮૫ વાહન અકસ્માતોમાં ઘટાડો થયો છે, એટલુ જ નહિ, ૬૯ માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે. ટ્રાફિક અવેરનેસ, ડ્રંક એન્ડ ડ્રાઇવ, હેલ્મેટ-સીટ બેલ્ટ સહિતની ખાસ ડ્રાઇવ ઉપરાંત ડ્રોન કેમેરાના ઉપયોગથી અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટની પ્રશંસનીય કામગીરી માટે દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી રાજદિપસિંહ ઝાલા અને તેમની સમગ્ર ટીમને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે.
લોકોમાં ટ્રાફિક આવેરનેસ લાવવાની સાથોસાથ રોડ ( Road Accidents ) એન્જીનીયરિંગ અને પોલીસ એન્ફોર્સમેન્ટ કામગીરી પર વિશેષ ભાર મુકવામાં આવ્યો. જેમાં અગાઉના ૧૦ વર્ષમાં સર્જાયેલા માર્ગ અકસ્માતોનું મેપિંગ કરીને સુધારા યોગ્ય રોડ એન્જિનિયરિંગના ટુંકા ગાળાના અને લાંબા ગાળાના સુધારાઓ સૂચવવામાં આવ્યા હતા.
દાહોદ ( Dahod ) જિલ્લામાંથી પસાર થતા ધોરી માર્ગો ઉપર સર્જાતા ગંભીર અકસ્માતો અટકાવવા માટે જીલ્લામાં ફાળવેલી ઇન્ટરસેપ્ટર વાન દ્વારા હાઇવે પેટ્રોલીંગ રાખી સ્પીડ ગનના માધ્યમથી હેલ્મેટ, ઓવર સ્પીડ, રોંગ સાઇડના કેસ ઉપરાંત બ્રેથ એનલાઇઝરની મદદથી ડ્રંક એન્ડ ડ્રાઇવના મહત્તમ કેસ કરવામાં આવ્યા છે. તેની સાથોસાથ જિલ્લાના સીસીટીવી નેટવર્ક એવા નેત્રમ મારફતે વધુમાં વધુ ઇ-ચલણના કેસ કરવામાં આવી રહ્યા છે. જેનાથી ટ્રાફિક સબંધી ગુન્હાઓ, ટ્રાફિક પેટર્ન, ડ્રાઇવિંગ બિહેવીયર, રોંગ સાઈડ સ્પોટ, રાત્રે બ્લેક સ્પોટ આઉટ કરવા સહિતની વિશેષ કામગીરી કરવામાં આવી. બીજી તરફ દાહોદ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં દાહોદ પોલીસ દ્વારા સેમીનાર, રેલી તેમજ પેમ્ફલેટ વિતરણ કરી ટ્રાફિક અંગે જનજાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ સમાચાર પણ વાંચો : WTM London: પ્રવાસન વિભાગે લંડન ખાતે વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ (WTM)માં લીધો ભાગ, આ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રવાસી આકર્ષણો કરાયા પ્રદર્શિત.
દાહોદ જીલ્લા પોલીસ ( Dahod Road Accidents ) દ્વારા વર્ષ-૨૦૨૪માં સપ્ટેમ્બર માસ સુધીમાં ઓવર સ્પીડના ૧૫,૦૬૫ કેસો, રોંગ સાઇડ ડ્રાઇવીંગના ૧૩,૩૭૨ કેસ, રશ ડ્રાઇવિંગના ૧૫૩૮ કેસ અને ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસ કરીને ટ્રાફિક નિયમનનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યુ છે.
દાહોદ જિલ્લા પોલીસ ( Dahod Police ) , વહીવટી તંત્ર તેમજ દાહોદ આર.ટી.ઓ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ અસરકારક કામગીરીને પરિણામે વર્ષ-૨૦૨૪માં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર ૮૫ બનાવોનો ઘટાડો લાવવામાં સફળતા મળી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અકસ્માતના ( Multidimensional Analysis ) બનાવોમાં થયેલા ઘટાડા સાથે દાહોદ પોલીસ કુલ ૬૯ માનવ જીવન બચાવી શકી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.