ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 સપ્ટેમ્બર 2020
હજુ આજના જમાનામાં પણ આર્થિક કારણોસર માવતર પાસે થી નવજાત બાળકને લઈ લેવામાં આવ્યું હોય, એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના આગ્રાના એક દલિત દંપતીએ તેમના નવજાત શિશુને એજ હોસ્પિટલમાં વેંચી દેવું પડ્યું છે જયાં એને જન્મ આપ્યો હતો. કારણ કે તેમની પાસે બિલ ચૂકવવાના પૈસા ન હતાં..
નવજાતની માતાએ ગયા અઠવાડિયે સ્થાનિક હોસ્પિટલમાં સી-સેક્શન કરાવી બાળકને જન્મ આપ્યો હતો. આ પ્રક્રિયાની કિંમત 30,000 રૂપિયા છે અને તેની દવાઓ 5000 રૂપિયાની હતી .. આ મહિલાનો પતિ એક રિક્ષાચાલક હોવાથી આટલું મોટું હોસ્પિટલનું બિલ ભરવાના પૈસા નહોતા. બિલની પતાવટ કરવાની કોશિશમાં દંપતીએ પોતાના બાળકને 1 લાખ રૂપિયામાં વેચી દીધુ હોવાનું ઉજાગર થયું હતું. જોકે, હોસ્પિટલે આ દાવાને નકારી કાઢયો અને કહ્યું કે બાળકને દત્તક આપવાનાં ઇરાદે તેમને સોંપવામાં આવ્યું હતું. .
આ સંદર્ભે કથિત દંપતી, જે વાંચી અથવા લખી શકતા નથી, તેઓએ દાવો કર્યો હતો કે 'તેઓએ હોસ્પિટલની સૂચના પર તમામ દસ્તાવેજો પર અંગૂઠાની છાપ આપી હતી. તેમને ક્યાંય ડિસ્ચાર્જ પેપર મળ્યા નથી. ઉલટાનું હોસ્પિટલે આ દંપતીને 1 લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને તેમને ઘરે જવા કહ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટએ આ ઘટનાને ગંભીર બાબત ગણાવી હતી અને કહ્યું હતું કે ',સામેલ વ્યક્તિઓ સામે યોગ્ય તપાસ કરી પગલાં ભરવામાં આવશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com