Site icon

અરેરેરે!!! દલિત દંપતી પાસે હોસ્પિટલનું બિલ ભરવાના પૈસા ન હોવાથી… નવજાત શિશુને 1 લાખ માં વેચવું પડ્યું.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 સપ્ટેમ્બર 2020

હજુ આજના જમાનામાં પણ આર્થિક કારણોસર માવતર પાસે થી નવજાત બાળકને લઈ લેવામાં આવ્યું હોય, એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના આગ્રાના એક દલિત દંપતીએ તેમના નવજાત શિશુને એજ હોસ્પિટલમાં વેંચી દેવું પડ્યું છે જયાં એને જન્મ આપ્યો હતો. કારણ કે તેમની પાસે બિલ ચૂકવવાના પૈસા ન હતાં.. 

નવજાતની માતાએ ગયા અઠવાડિયે સ્થાનિક હોસ્પિટલમાં સી-સેક્શન કરાવી બાળકને જન્મ આપ્યો હતો. આ પ્રક્રિયાની કિંમત 30,000 રૂપિયા છે અને તેની દવાઓ 5000 રૂપિયાની હતી .. આ મહિલાનો પતિ એક રિક્ષાચાલક હોવાથી આટલું મોટું હોસ્પિટલનું બિલ ભરવાના પૈસા નહોતા. બિલની પતાવટ કરવાની કોશિશમાં દંપતીએ પોતાના બાળકને 1 લાખ રૂપિયામાં વેચી દીધુ હોવાનું ઉજાગર થયું હતું. જોકે, હોસ્પિટલે આ દાવાને નકારી કાઢયો અને કહ્યું કે બાળકને દત્તક આપવાનાં ઇરાદે તેમને સોંપવામાં આવ્યું હતું. . 

આ સંદર્ભે કથિત  દંપતી, જે વાંચી અથવા લખી શકતા નથી, તેઓએ દાવો કર્યો હતો કે 'તેઓએ હોસ્પિટલની સૂચના પર તમામ દસ્તાવેજો પર અંગૂઠાની છાપ આપી હતી. તેમને ક્યાંય ડિસ્ચાર્જ પેપર મળ્યા નથી. ઉલટાનું હોસ્પિટલે આ દંપતીને 1 લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને તેમને ઘરે જવા કહ્યું હતું.  જિલ્લા મેજિસ્ટ્રેટએ આ ઘટનાને ગંભીર બાબત ગણાવી હતી અને કહ્યું હતું કે ',સામેલ વ્યક્તિઓ સામે યોગ્ય તપાસ કરી પગલાં ભરવામાં આવશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version