ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ભોપાલ
16 જુલાઈ 2020
મધ્યપ્રદેશના ગુનામાં, વહીવટી તંત્રની નિર્દયતાનો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં પાક નિષ્ફળ જતા અને દેવાની ચુકવણી કરવાની સ્થિતિમાં ન હોવાથી પોલીસે ખેડૂત ના ખેતરે પહોંચી જઈ ખેતરમાં બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યુ અને દંપતીએ વિરોધ દર્શાવ્યો ત્યારે આ ખેડૂત દંપતીને પોલીસે માર મારવાનું શરૂ કરી દીધું હતું . જેનાથી આઘાતમાં આવી જઈ દંપતીએ પોલીસ સામે જ જંતુનાશક દવા પી લીધી હતી. આ અંગે પોલીસ નું કહેવું છે કે આ જમીન સરકારની માલિકીની છે જેના પર ખેડૂત દંપતી એ ગેરકાયદેસર કબ્જો કરી લીધો હતો. આ ઘટના મધ્ય પ્રદેશના ગુના ની છે, જ્યા કોંગ્રેસના નેતા રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રતિનિધિત્વ કરતા હતાં. આવી સ્થિતિમાં લોકોએ શિવરાજ સરકાર અને જ્યોતિરાદિત્ય સિંધિયા પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું…
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો અને લોકોએ સરકાર પર સવાલ પૂછવા શરૂ કરી દીધાં ત્યારે મામલાની ગંભીરતા જોઇને જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્વયં સામે આવી ખુલાશો આપ્યો કે, "ગુનાની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ સંદર્ભે, મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે ચર્ચા કર્યા પછી, મેં આવા અસંવેદનશીલ અને દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. બીજીબાજુ ગુનાની કમનસીબ ઘટનાની ગંભીર નોંધ લેતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાત્કાલિક અસરથી ગુના કલેક્ટર અને એસપીને હટાવવા સૂચના આપી છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com