ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
ભાજપમાં હવે યાદવાસ્થળી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને હાલ ગવર્નર તરીકે ફરજ બજાવી રહેલા સત્યપાલ મલિકે ગોવા સરકાર ઉપર આકરી ટીકા કરી છે. સત્યપાલ મલિક હવે ભાજપ માટે માથાનો દુખાવો બની ગયા છે. અગાઉ તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા અને ત્યાર બાદ તેમણે જમ્મુ-કાશ્મીરમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની વાત કરી હતી. હવે તેમણે ગોવામાં ભ્રષ્ટાચાર સંદર્ભે ભાંગરો વાટ્યો છે.
શિવસેનાના આ નગરસેવકની ગમે એ ઘડીએ ધરપકડ થશે, બૉમ્બે હાઈ કોર્ટે જામીન અરજી નકારી
સત્યપાલ મલિકના આ દાવાને કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચિંતામાં મુકાયા છે. આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગોવાની ચૂંટણી છે. આવા સમયે સત્યપાલ મલિકે જે વિધાન આપ્યું છે એને કારણે ગોવા ભાજપે સત્યપાલ મલિકનું રાજીનામું માગ્યું છે.