ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 જાન્યુઆરી 2022
શનિવાર.
નવા વર્ષમાં માતા વૈષ્ણોદેવી મંદિરમાં થયેલી દુ:ખદ ઘટનાના સમાચાર હજુ પૂરી રીતે સામે પણ નથી આવ્યા ત્યાં તમિલનાડુમાં એક બીજી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં મોટી આગ લાગી છે.
આ દુઃખદ ઘટનામાં 3 લોકોના મૃત્યુ થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે.
સવારના સમયે બનેલી આ દુર્ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગનું રાહત કાર્ય હજુ પણ સ્થળ પર ચાલુ છે.
જોકે ફેક્ટરીમાં કેટલા લોકો ફસાયા છે તેની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી.
