ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 ઓગસ્ટ 2020
હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. કહેવાય છે કે ગાયના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે, જેઓ એ ગાયને વેપારનું સાધન બનાવી દીધું છે. મુલુંડ માં સેવારામ લાલવાણી રોડ સાઈડના ફૂટપાથ પર બેસાડવામાં આવતી ગાયનું ગુરુવારે અચાનક મૃત્યુ થયું હતું. તપાસ દરમિયાન ખબર પડી કે આ ગાય ગર્ભવતી હતી. આ વાતની ખબર પડતાં જ ગુસ્સે ભરાયેલાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. દરમિયાન ગૌરક્ષક સંસ્થાના લોકો પણ પહોંચી ગયા હતા અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.
વાસ્તવમાં આ ગાય ફૂટપાથ પર બેસાડવામાં આવતી હતી અને આવતાં-જતાં લોકો દ્વારા તેને ઘાસ ચારો ખવડાવી પૈસા કમાવામાં આવતા હતા. આથી જ સ્થાનિક લોકોએ ગાય આપનાર તબેલાના માલિકને અને ભાડે લાવી વેપાર કરનાર બે લોકો પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. જનતાનો આક્રોશ જોતા છેવટે પોલીસે તબેલા વાળા પર અને ગાય દ્વારા લોકોની લાગણી નો ફાયદો ઉઠાવનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરી છે…
પોલીસે જણાવ્યું કે "ગાયનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ગાયના મૃત્યુનું સાચુ કારણ સામે આવશે. હાલ ગાયને પોસ્ટમોર્ટમ માટે પરેલ વેટરનરી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે." બીજી બાજુ ગૌરક્ષક સંસ્થા ના લોકોએ વાતચીતમાં જણાવ્યું કે "તેઓ મુલુંડ અને આસપાસના તમામ તબેલામાં ગાયો ની શારીરિક તપાસણી કરાવશે."
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
