Site icon

વર્ષ ૨૦૨૦-૨૧ના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામનારના આંકડા ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયા, દેશમાં સૌથી વધુ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થનાર ગુજરાત રાજ્ય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર 

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કચ્છ પોલીસે ૨ લોકોને પકડ્યા હતા. આ શંકાસ્પદોને ઘરફોડના કેસમાં માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ જેલમાં જ તેમનું મોત થયું હતું. આ પછી આ અંગે ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. બીજી તરફ, સપ્ટેમ્બરમાં અરવલ્લી પોલીસે ગ્રેનેડ બ્લાસ્ટ કેસમાં એક યુવકને પકડી તેની પૂછપરછ કરી હતી. જાેકે ત્યાર બાદ આ યુવકનો મૃતદેહ ઝાડમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. આ જ મહિને પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો હતો. મહારાષ્ટ્રમાં ૧૩ આરોપીનાં મોત થયાં છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં ૮-૮ આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે. એ જ રીતે ઝારખંડ અને કર્ણાટકમાં પોલીસ કસ્ટડીમાં ૫-૫, ઓડિશામાં ચાર આરોપીનાં મોત થયાં છે. આંધ્રપ્રદેશમાં ૩, બિહારમાં ૩, અરુણાચલ પ્રદેશમાં ૧, આસામમાં ૧, હરિયાણામાં ૩, જમ્મુ અને કાશ્મીરમાં ૨, કેરળમાં ૧, મેઘાલયમાં ૨, પંજાબમાં ૨, રાજસ્થાનમાં ૩, તામિલનાડુમાં ૨, દિલ્હીમાં ૪, છત્તીસગઢમાં ૩, ઉત્તરાખંડમાં ૧ અને તેલંગાણામાં કસ્ટડીમાં એક આરોપીનું મોત થયું છે. દેશભરમાં વર્ષ ૨૦૧૮-૧૯માં પોલીસ કસ્ટડીમાં ૧૩૬, વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૧૨ અને વર્ષ ૨૦૨૦-૨૧ના સમયગાળામાં ૧૦૦ આરોપીનાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયાં છે. લોક-અપમાં ત્રાસની ઘટનાઓ તેમ જ ન્યાયિક કસ્ટડી અથવા તો જેલમાં મૃત્યુના સંદર્ભમાં પણ રાજ્યની છબિ સારી નથી. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૨૦-૨૧ના સમયગાળામાં ગુજરાતની વિવિધ જેલમાં ૨૦૨ મૃત્યુ થયાં હતાં. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યૂરો (દ્ગઝ્રઇમ્)ના ક્રાઈમ ઈન ઈન્ડિયા ઈન ૨૦૨૦ના રિપોર્ટમાં પણ કસ્ટોડિયલ ડેથના આંકડા જાહેર થયા હતા, જેમાં ગુજરાતમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ થયાં હતાં. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ વગર રાખવામાં આવેલા ૧૫ ટકા લોકોનાં મોત થયાં હતાં.તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં કસ્ટોડિયલ ડેથ અંગેના આંકડા જાહેર કર્યા હતા. ૨૦૨૦-૨૧માં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ મામલે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે, ગુજરાતમાં સૌથી વધુ ૧૭ આરોપીનાં પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે, એ પછી બીજા ક્રમે મહારાષ્ટ્રમાં ૧૩ આરોપીનાં પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે. વર્ષ ૨૦૨૦-૨૧માં દેશભરમાં કુલ ૧૦૦ આરોપીનાં મોત થયાં છે. સરકારના રિપોર્ટમાં કહેવાયું છે કે ગુજરાતના પોલીસ કસ્ટડીમાં મોતના સાત કિસ્સામાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને જે-તે મૃતકના પરિવારને સહાય પૂરી પાડવા ભલામણ કરી છે, જેની રકમ ૨૪ લાખ થવા જાય છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૮-૧૯ના અરસામાં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં ૧૩, એ પછીના વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨ આરોપીનાં મોત થયાં હતાં, જ્યારે ૨૦૨૦-૨૧માં પોલીસ કસ્ટડીમાં મોતનો આંકડો વધીને ૧૭ થયો છે.

મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણી પહેલા આ સત્તારૂઢ પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી; જાણો વિગતે 

Himatnagar Railway Station: હિંમતનગર રેલવે સ્ટેશન બની રહ્યું છે મલ્ટીમોડલ હબ
Saras Mela 2025: સપનાની ઉડાન ગોબર-માટીથી સપનાં ઘડતી સ્ત્રી કલાકાર”
World Animal Day: સુરત શહેર અને જિલ્લામાં ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઈન થકી ૩,૦૮,૮૩૮ અબોલ જીવોને જીવનદાન મળ્યુઃ
bareilly violence: બરેલીમાં શુક્રવારની નમાઝને લઈને એલર્ટ,આ વિસ્તારોમાં ડ્રોનથી નિગરાની,પોલીસ-પીએસી અને આરએએફના આટલા જવાનો તૈનાત
Exit mobile version