ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 જુલાઈ 2020
આગામી 14 ઓગસ્ટથી મુંબઈની લોકલ ટ્રેનોની સાથે જ બહારગામ જતી અને આવતી ટ્રેનો સામાન્ય લોકો માટે શરૂ થઈ શકે છે એવા સંકેતો પાલક મંત્રી અસલમ શેખ એ આપ્યા છે.. જોકે સામાન્ય પ્રવાસીઓ માટે ટ્રેન શરૂ કરવા અંગેના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાઇ રહી છે.
હાલ તો નિયમિત દોડતી તમામ મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેન સેવાઓ તેમજ ઉપનગરીય ટ્રેનોને 12 ઓગસ્ટ સુધી રદ કરવામાં આવી છે, જેનો નિર્ણય દેશમાં અને મુંબઈમાં વધતાં જતાં કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.
આમ તો આવશ્યક સેવા ક્ષેત્રે કામ કરતાં સંખ્યાબંધ કર્મચારીઓ જેવા કે, બીએમસીના કર્મચારી, પોલીસ, હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફના લોકો માટે સીમિત માત્રામાં લોકલ ટ્રેનો દોડી રહી છે. લોકલ ટ્રેનો એટલે મુંબઇની લાઇફ લાઇન કહેવાય છે અને સામાન્ય દિવસોમાં શહેરના જુદા જુદા ભાગોમાંથી દરરોજ લાખો લોકો, લોકલ ટ્રેનો અને રેગ્યુલર બહારગામ જતી-આવતી ટ્રેનો દ્વારા મુસાફરી કરે છે.
મળતી માહિતી મુજબ જો 14 ઑગસ્ટ સુધીમાં આ ટ્રેનો શરૂ થાય તો, ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને કોકણ રેલવે દ્વાર મુસાફરોને ઈ. પાસ આપી સફર કરવાની મંજૂરી આપવામાં આવશે. એવું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
