News Continuous Bureau | Mumbai
મુંબઈની હાઉસિંગ સોસાયટી(Mumbai housing society)ના રહેવાસીઓ માટે રાહતના સમાચાર છે. હવે સોસાયટી રજિસ્ટ્રેશન(registration)ની સાથે જ ડીમ્ડ કન્વેયન્સ(Deemed conveyance)ની પ્રક્રિયા પણ થશે. કો-ઓપરેટીવ ડિપાર્ટમેન્ટે(Co-operative Department) આ મહત્વનો નિર્ણય લીધો છે.
હાઉસિંગ સોસાયટીના રજીસ્ટ્રેશન કરતા સમયે કન્વેયન્સ માટે પણ તમામ આવશ્યક દસ્તાવેજ જમા કરવા પડશે. અહીં ઉલ્લેખનીય થે કે સોસાયટી બની ગયા પછી પણ અનેક વર્ષો બાદ પણ ડીમ્ડ કન્વેયન્સ(Deemed conveyance) થતા નથી.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : આ ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું.. જાણો વિગતે
મહારાષ્ટ્રના હાઉસિંગ સોસાયટી(Maharashtra housing society)ના કમિશનર આ સંબંધમાં તમામ રજિસ્ટ્રારને આદેશ પણ આપી દીધો હોવાનું કહેવાય છે. સોસાયટીના રજિસ્ટ્રેશનના સમયે બિલ્ડરે આવશ્યક દસ્તાવેજો આપવા પડશે. સોસાયટીના રજીસ્ટ્રેશન બાદ આગળના ચાર મહિનાની અંદર ડીમ્ડ કન્વેયન્સની પ્રક્રિયા પણ પૂરી કરવામાં આવશે. જો બિલ્ડર દસ્તાવેજ ઉપલબ્ધ કરવામાં આનાકાની કરશે તો ચાર મહિના બાદ પોતાની મેળે ડીમ્ડ કન્વેયન્સની પ્રક્રિયા પૂરી કરીને સોસાયટીના નામ પર જમીનનું હસ્તાંતરણ કરવામાં આવશે.
અહી ઉલ્લેખનીય છે કે સોસાયટીના ડીમ્ડ કન્વેયન્સની પ્રક્રિયામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. અનેક સોસાયટીઓએ ડેપ્યુટી રજિસ્ટ્રારને ડીમ્ડ કન્વેયન્સ માટે અરજી આપી છે. પરંતુ બિલ્ડર દ્વારા યોગ્ય દસ્તાવેજો આપવામાં આવતા ન હોવાને કારણે ફ્લેટ માલિક(flat owner)ની સમસ્યા વધી જાય છે. હવે બિલ્ડર દ્વારા ડેપ્યુટી રજિસ્ટ્રારની ઓફિસમાં સોસાયટીના રજિસ્ટ્રેશન માટે અરજી આપતા સમયે જ તમામ દસ્તાવેજો લેવામાં આવશે.
દરેક હાઉસિંગ સોસાયટી માટે ડીમ્ડ કન્વેયન્સ આવશ્યક હોય છે. બિલ્ડર દ્વારા બાંધકામ બાદ સોસાયટીને ટ્રાન્સફર કરવાનું હોય છે. પરંતુ આ પ્રક્રિયા બિલ્ડર(builder) દ્વારા કરવામાં આવતી નથી. જો ડીમ્ડ કન્વેયન્સ ના હોય તો ભવિષ્યમાં સોસાયટીનું રીડેવલપમેન્ટ (society redevelopement)સંભવ થતું નથી. ડીમ્ડ કન્વેયન્સ બાદ જ ફ્લેટ ધારકને સોસાયટી અને જમીન સંબંધિત અધિકાર મળે છે. રાજ્યમાં હાલ હજારો સોસાયટી એવી છે જેનું ડીમ્ડ કન્વેયન્સ થયું નથી.