ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 નવેમ્બર, 2021
બુધવાર.
યુપી સરકાર આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય દિપોત્સવનું આયોજન કરવા જઇ રહી છે.
આ વર્ષે લગભગ 9 લાખ દીવા પ્રગટાવવામાં આવશે અને બાકી અયોધ્યામાં 3 લાખ દિવસ પ્રગટાવશે.
આ તમામ દીવા પ્રગટાવવા માટે 36,000 લીટર સરસિયાના તેલનો ઉપયોગ થશે.
આ સાથે જ અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય પાલખી યાત્રા પણ નીકળશે.
આ આયોજનને જોવા માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની એક ટીમ અયોધ્યામાં આવશે.
જોકે આ વિશ્વવિક્રમ બનાવવા માટે એક દીવાને ઓછોમાં ઓછા પાંચ મિનિટ સુધી પ્રગટાવવો પડશે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્ષ 2017માં પહેલીવાર દીપોત્સવીનું આયોજન કર્યું હતું. દીપોત્સવની શરુઆત 51 હજાર દીવાથી કરાઈ હતી.
વર્ષ 2019માં 4,04,226 માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા, વર્ષ 2020માં 6,06,569 દીવા સરયૂ તટ પર પ્રગટાવવામાં આવ્યા હતા.
મુંબઈ પર તોળાતો ખતરો, આટલા ફૂટ નીચે દરિયામાં સમાઈ જશે માયાનગરી; નાસાએ કર્યો ખુલાસો