દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, માત્ર આ વાહનોને જ આપી મંજૂરી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021

ગુરુવાર.

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. 

આ જ ક્રમમાં દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જાહેરાત કરી છે કે, 27 નવેમ્બરથી, જે આવશ્યક સેવાઓમાં રોકાયેલા છે તેવા ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનોને પ્રવેશ મળશે.  

સાથે જ 3 ડિસેમ્બર સુધી પેટ્રોલ અને ડીઝલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે

જોકે પ્રદૂષણમાં સુધારાને ધ્યાનમાં રાખીને, દિલ્હી કેબિનેટે હવે 29 નવેમ્બરથી શાળાને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે.

અગાઉ ગત 13 નવેમ્બરે દિલ્હી સરકારે શહેરના તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા અને બાંધકામને તોડવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 

મહારાષ્ટ્રમાં આવતા મહિને કોરોના ફરી માથું ઊંચું કરી શકે, સ્વાસ્થ્ય મંત્રીએ કહી આ વાત; નિષ્ણાતોએ આપી સલાહ; જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More