ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર 2021
ગુરુવાર.
દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ જ ક્રમમાં દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જાહેરાત કરી છે કે, 27 નવેમ્બરથી, જે આવશ્યક સેવાઓમાં રોકાયેલા છે તેવા ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનોને પ્રવેશ મળશે.
સાથે જ 3 ડિસેમ્બર સુધી પેટ્રોલ અને ડીઝલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે
જોકે પ્રદૂષણમાં સુધારાને ધ્યાનમાં રાખીને, દિલ્હી કેબિનેટે હવે 29 નવેમ્બરથી શાળાને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે.
અગાઉ ગત 13 નવેમ્બરે દિલ્હી સરકારે શહેરના તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા અને બાંધકામને તોડવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
