ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
રાજધાની દિલ્હીને વિસ્ફોટથી ધણધણાવી મૂકવાનું કાવતરુ ખુલ્લુ પડ્યું છે.
સીમાપુરી વિસ્તારના એક ઘરમાંથી વિસ્ફોટક પદાર્થ આઈઈડી ભરેલી બેગ મળી આવતા હડકંપ મચ્યો છે.
જે ઘરમાંથી બેગ મળી હતી, તેમાં 3-4 છોકરાઓ ભાડે રહે છે, જે હાલ ફરાર છે. દિલ્હી પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.
ઘટનાની ગંભીરતા જોતા NSA ટીમ અને બોંબ ડિસ્પોઝલ ટીમને પણ બોલાવાઈ હતી અને સઘન ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બેગમાં IED છે, ત્યારબાદ જેસીબી દ્વારા એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો અને ત્યારબાદ બોમ્બને ડિફ્યૂઝ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં દિલ્હીની ગાઝીપુર ફૂલ મંડીના ગેટ નંબર-1 પર IED બોંબ મળ્યો હતો.
ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ સમુદ્રમાંથી દુર્લભ બેબી ઘોસ્ટ શાર્ક શોધી. જુઓ સુંદર ફોટા
