ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે ૨૦૨૧
મંગળવાર
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કૉન્ફરન્સ કરી મહત્વની જાહેરાત કરી છે. એ પ્રમાણે હવે જો કોઈ વ્યક્તિનું કોરોનાને કારણે નિધન થશે તો તેના પરિવારને ૫૦,૦૦૦ હજાર રૂપિયા સહાયરૂપે આપવામાં આવશે. એ ઉપરાંત જો પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિનું મૃત્ય થશે તો પરિવારને સહાય માટે દર મહિને ૨,૫૦૦ રૂપિયાની મદદ પણ કરવામાં આવશે.
કેજરીવાલે આ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે “અમે કોઈ પ્રિયજનના જવાથી પરિવારને થયેલી ખોટ તો પૂરી નહિ કરી શકીએ, પરંતુ મદદ જરૂર કરી શકીએ છીએ.” રાશનકાર્ડધારકો માટે ૧૦ કિલો ફ્રી રાશનની પણ જાહેરાત કરી હતી. જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને પણ મફત રાશન આપવામાં આવશે. ઉપરાંત કોવિડને કારણે જો બાળકનાં માતાપિતામાંથી એક જ હયાત હોય અથવા બંનેનું કોવિડને કારણે નિધન થાય તો દિલ્હી સરકાર પચીસ વર્ષની વય સુધી દર મહિને ૨,૫૦૦ રૂપિયા આપશે. તેમને શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિ પુરુષનું મૃત્ય કરોનાને કારણેથાય, તો પત્નીને પેન્શન આપવામાં આવશે, જો પત્ની મરી જાય તો તે પતિને આપવામાં આવશે. જો અપરિણીત વ્યક્તિ મરી જાય તો પેન્શન તેનાં માતાપિતાને આપવામાં આવશે.