ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
દેશના પાટનગર દિલ્હીને ધીમે-ધીમે અનલોક કરવાની પ્રક્રિયા થઇ રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ દિલ્હીમાં થિયેટર અને મલ્ટીપ્લેક્સને સંપૂર્ણ ક્ષમતા સાથે ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સાથે જ સરકારે લગ્નને લઈને પણ થોડી છૂટછાટ આપી છે. નવા નિયમો અનુસાર હવે રાજધાનીમાં 200 લોકો લગ્નમાં સામેલ થઈ શકશે.
જોકે, રેસ્ટોરાં, બાર અને ઓડિટોરિયમને હજી પણ 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપી છે.
આ દરમિયાન તમામ પ્રકારના સામાજિક, ધાર્મિક, રમતગમત જેવા કાર્યક્રમો પર પ્રતિબંધ ચાલુ રહેશે.
અગાઉ, રાજ્યમાં સિનેમા હોલને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી અને લગ્નોમાં હાજરી આપનાર લોકોની સંખ્યા 100 હતી.