દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની છે.
એક વ્યકિતએ હર્ષિતાના ખાતામાંથી ૩૪ હજાર રૃપિયા કાઢી લીધા હતાં.
હર્ષિતા ઓએલએક્સ દ્વારા સોફા વેચવા માગતી હતી ત્યારે સોફા ખરીદવા માંગતી વ્યકિતએ તેની સાથે છેતરપિંડી આચરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સોફો ખરીદવા માગતા એક શખ્સે તેમને એક ક્યુઆર કોડ મોકલ્યો હતો. જેને સ્કેન કરતા જ હર્ષિતાના ખાતામાંથી નાણાં ટ્રાન્સફર થઇ ગયા હતાં.
