News Continuous Bureau | Mumbai
પ. બંગાળના(West bengal) CM મમતા બેનર્જીના(Mamta banerjee) ભત્રીજા અભિષેક બેનર્જીના(Abhishek banerjee) પત્ની રુજીરા બેનર્જીની(Rujira banerjee) મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.
દિલ્હીની એક અદાલતે રુજીરા બેનર્જીની સામે જામીનપાત્ર વોરંટ(Bail warrant) બહાર પાડ્યું છે.
ED દ્વારા વારંવાર સમન્સ(Summon) પાઠવવા છતાં તપાસમાં સામેલ ન થયા બાદ રુજીરાની સામે વોરંટ બહાર પાડવામાં આવ્યું છે.
કોલસાની દાણચોરીના(coal smuggling) કેસમાં ED તેમની સામે મની લોન્ડરિંગની(money laundering) તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે EDએ સીબીઆઈ(CBI) દ્વારા નવેમ્બર 2020માં નોંધાયેલી એફઆઈઆરના(FIR) આધાર પર પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટની(PMLA) જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરેની મનસે પાર્ટીએ ઠાકરે સરકાર બાદ હવે મહારાષ્ટ્ર પોલીસને આપી ધમકી, કહ્યું- ‘જો મસ્જિદોપરથી ભૂંગળા નહીં હટાવવામાં આવે તો અમે…’
