News Continuous Bureau | Mumbai
Delhi: DRI ના FPOની ટીમોએ દિલ્હીમાં સોના-ચાંદીના એલોયથી ( gold-silver alloy ) બનેલા વીજળી મીટરના કવર જપ્ત કર્યા છે, જેમાં 16.67 કિલો સોનું અને 39.73 કિલો ચાંદી છે. દેશમાં વધતી સોનાની દાણચોરીને ( Gold smuggling ) અટકાવવા, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓએ એક ગુપ્ત માહિતીના આધારે ગ્યુયોર મશીન તરીકે જાહેર કરાયેલા “ઈલેક્ટ્રિક કરંટ/પોટેન્શિયલ મીટર્સ”ના સાત કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા હતા. જે હોંગકોંગથી દિલ્હીમાં આવ્યા હતા. તેને રોકીને આ કન્સાઈનમેન્ટને જપ્ત કરવામાં આવ્યા હતા.
DRI seizes covers of electric meters, made of gold-silver alloy, containing 16.67 kg gold and 39.73 kg silver, having an approximate market value of Rs. 10.66 crore, in seven consignments at FPO Delhi: DRI
(Source: DRI) pic.twitter.com/sWNWo32jKl
— ANI (@ANI) January 28, 2024
મળતી માહિતી મુજબ, કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા બાદ, તપાસ અધિકારીઓએ અંદર રાખેલ વસ્તુઓની તપાસમાં જોયુ હતુ કે. આ ગ્યુયોર મશીન તરીકે જાણીતા મીટરો કાર્યરત છે અને આમાં અસલી પોપ્યુલેટેડ સર્કિટ બોર્ડ પણ અંદર બેસાડવામાં આ્વ્યા છે. જો કે પ્રારંભિક તપાસમાં આ મશીન અસામાન્ય રીતે ભારે હોવાનું જણાયું હતું, જેના પછી તેનુ વધુ તપાસ કરતા ખબર પડી હતી કે, આ 56 વીજ મીટરના બાહ્ય આવરણ કાળા રંગના હતા. આ કવરના કાળા રંગને સ્ક્રેચ કરવા પર, તેના અંદરનો ભાગ સ્ટીલ જેવી સફેદ ધાતુ જોવા મળી હતી. જો કે, સ્પેક્ટ્રોમીટર દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું કે આ કવર સોના અને ચાંદીના મિશ્ર ધાતુના બનેલા હતા, જે લગભગ 30:70 ના રેશિયોમાં બનેલા છે.
પ્રાથમિક તપાસ મુજબ સોનાની દાણચોરીમાં સુસંગઠિત સિન્ડિકેટ સામેલ હોવાની સંભાવના…
પ્રાપ્ત માહિતી મુજબ, બ્લેક કવર સોના અને ચાંદીના ( Gold silver ) મિશ્રધાતુથી બનેલું છે. આ આઠ કન્સાઈનમેન્ટમાં કુલ 56 વીજ મીટરની આયાત કરવામાં આવી હતી. 16.67 કિલો સોનું અને 39.73 કિલો ચાંદી ધરાવતા આ વીજળી મીટરના 56 બેક કવર જપ્ત કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 10.66 કરોડની સંભાવના છે.
આ સમાચાર પણ વાંચો : Assam: આસામના દિબ્રુગઢમાં ભારતની પ્રથમ આટલા બેડની ક્ષમતા ધરાવતુ યોગ અને નેચરોપેથી હોસ્પિટલનું કરાયુ શિલાન્યાસ.
પ્રાથમિક તપાસ પરથી એવું લાગી રહ્યું છે કે સોનાની દાણચોરીમાં સુસંગઠિત સિન્ડિકેટ સામેલ હોવાની સંભાવના છે. તેઓ સોનાને ચાંદી સાથે ભેળવતા હતા જેથી તેનો રંગ પીળોથી સફેદ થઈ જતો હતો. તેમજ આ સફેદ રંગના એલોયનો ઉપયોગ વીજળીના મીટરના કવર બનાવવા માટે કરવામાં આવતો હતો અને કોઈપણ શંકા ન જાય તે માટે તેના ઉપર કાળો રંગ પેઈન્ટ કરવામાં આવતો હતો. સંબંધિત વિભાગ આ મામલે આગળની કાર્યવાહી અને તપાસ કરી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)