Site icon

ભારતીય જનતા પાર્ટીના AAP પર આકરા પ્રહાર- કહ્યું ટોઈલેટને ગણાવી દીધા ક્લાસરૂમ હજુ નથી બની

News Continuous Bureau | Mumbai

ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર દિલ્હી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે અને નવી આબકારી નીતિમાં કૌભાંડ બાદ દિલ્હીમાં શિક્ષણ વિભાગમાં કથિત કૌભાંડનો આરોપ લગાવ્યો છે. 

Join Our WhatsApp Community

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું અને કહ્યું કે દિલ્હીમાં ‘આપ’ની નહીં 'પાપ'ની સરકાર છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે દિલ્હીમાં આબકારી નીતિમાં કૌભાંડ બાદ શિક્ષણમાં પણ કૌભાંડ થયા છે અને શિક્ષણને લઈને દિલ્હી સરકારના દાવા ખોટા છે. તેમણે કહ્યું કે "ચૂંટણી ઢંઢેરામાં દિલ્હીમાં ૫૦૦ નવી શાળાઓનું વચન આપવામાં આવ્યું હતું. નવી શાળાઓ ન બની, પરંતુ પૂર્વનિયોજિત રીતે તેમણે પીડબલ્યુડી પાસે રિપોર્ટ માંગ્યો. અરવિંદ કેજરીવાલના કહેવા પર રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે વધારાના ક્લાસરૂમ બનશે અને નવી શાળાઓ નહીં બને."  

આ સમાચાર પણ વાંચો : આ દેશમાં ફરી કોરોનાનો હાઉં- સૌથી મોટી માર્કેટ કરી નાખી બંધ- આટલા દિવસનો રહેશે આકરો લોકડાઉન

ગૌરવ ભાટિયાએ કહ્યું કે દિલ્હી સરકાર બાળકોના ભવિષ્ય સાથે રમી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેજરીવાલ સરકારે ટોઈલેટને ક્લાસરૂમ ગણાવી દીધા. ગૌરવ ભાટિયાએ કહ્યું કે 'અમે તમારી સામે પહેલા મોટી પ્રાથમિકતાથી દિલ્હી સરકારના આબકારી કૌભાંડને સામે રજૂ કરતા આવ્યા છીએ. અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને કટ્ટર ઈમાનદાર તરીકેનું સર્ટિફિકેટ આપ્યું હતું, તેઓ ત્રણ મહિનાથી જેલમાંથી અને હજુ સુધી મંત્રી પદથી હટાવવામાં આવ્યા નથી.' 

વધુમાં ગૌરવ ભાટિયાએ દિલ્હી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, 'કેજરીવાલ સરકારે ૫૦૦ શાળાઓ બનાવવાનું વચન આપ્યું હતું તે શાળાઓ તો બની નહીં. શાળાઓમાં ૨૪૦૦ રૂમની જરૂર હતી, પરંતુ તેને વધારીને ૭૧૮૦ કરવામાં આવી અને ખર્ચને વધારવામાં આવ્યો, જેનાથી નફાખોરી થઈ શકે.' તેમણે વધુમાં કહ્યું કે 'એક અંદાજા મુજબ ૩૨૬ કરોડ રૂપિયાથી ખર્ચ વધારવામાં આવ્યો. જે ટેન્ડરની કિંમતથી ૫૩ ટકા વધુ છે અને ૪૦૨૭ ક્લાસરૂમ જ બન્યા. શું આ કાળું નાણું કેજરીવાલની તિજોરીમાં આવ્યું?'

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો સુપ્રીમ ડે -ગુજરાત રમખાણ 2002 સહિત આ બે મહત્વપૂર્ણ કેસો કર્યા બંધ 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version