ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને સુપ્રીમમાંથી ન મળી રાહત, કાઢી ઝાટકણી કહ્યું- ‘સીધા અહીંયા ન આવી જવાય’, જાણો હવે કયો વિકલ્પ છે તેમની પાસે?

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે જોરદાર આંચકો આપ્યો છે. એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન માંગવા ગયેલા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે બરાબરની ઝાટકણી તો કાઢી જ હતી, સાથે જામીન પણ નામંજુર કર્યા છે. મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે કરી હતી.

by Dr. Mayur Parikh
Delhi Excise Policy Case Live Updates: SC refuses to entertain bail plea of Manish Sisodia, suggests him to move HC

News Continuous Bureau | Mumbai

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે જોરદાર આંચકો આપ્યો છે. એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન માંગવા ગયેલા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે બરાબરની ઝાટકણી તો કાઢી જ હતી, સાથે જામીન પણ નામંજુર કર્યા છે. મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે કરી હતી.

વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ ચંદ્રચુડ અને જસ્ટિસ નરસિમ્હાની બેંચ સમક્ષ મનીષ સિસોદિયાનો પક્ષ રજૂ કર્યો હતો. સુનાવણી દરમિયાન જજોએ કહ્યું કે તમે હાઈકોર્ટ જઈ શક્યા હોત. સીધા સુપ્રીમ કોર્ટમાં આવવું એ સારી વાત નથી. તમારી પાસે જામીન માટે હાઈકોર્ટનો વિકલ્પ છે.

જસ્ટિસ પીએસ નરસિમ્હાએ કહ્યું કે મામલો દિલ્હીમાં છે તેનો અર્થ એ નથી કે તમારે સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. તેમણે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી સિસોદિયા પાસે તેમના જામીન અંગે ઘણા વિકલ્પો છે. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. અમે આ મામલે હસ્તક્ષેપ કરી શકીએ નહીં.

બીજી તરફ સુત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી હવે સુપ્રીમ કોર્ટની સલાહ પર આ મામલાને હાઈકોર્ટમાં લઈ જશે. પક્ષે કહ્યું કે અમે કોર્ટનું સન્માન કરીએ છીએ.

આ સમાચાર પણ વાંચો :  ઉદ્ધવ ઠાકરેને શિંદે જૂથ તરફથી વધુ એક ફટકો, સંસદ ભવનમાં શિવસેના કાર્યાલયમાંથી પિતા-પુત્રનો ફોટો હટાવ્યો.. જુઓ ફોટોગ્રાફ્સ

નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પાંચ દિવસની CBI કસ્ટડીમાં

કોર્ટે એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પાંચ દિવસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપી દીધા છે. કોર્ટે સંમતિ આપી હતી કે તપાસના હિતમાં રિમાન્ડ જરૂરી છે.

Join Our WhatsApp Community

You may also like