Site icon News Continuous Bureau | Mumbai

ગજબ કહેવાય! પ્રદૂષણથી ખરડાયેલી ઇમેજ ચમકાવવા દિલ્હી સરકારે ખર્ચ્યા કરોડો રૂપિયા; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 16 નવેમ્બર  2021 
મંગળવાર.

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી જતા સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી સરકારને બરોબરની ફટકારી છે. પ્રદૂષણને લઈને દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટે દલીલ સાંભળી હતી. એ દરમિયાન જાહેરખબર પાછળ દિલ્હી સરકાર દ્વારા ખર્ચવામાં આવતા કરોડો રૂપિયા માટે પણ સુપ્રીમ કોર્ટે તેમને ઠપકો આપ્યો હતો. દિલ્હીમાં પ્રદૂષણને નાથવા દિલ્હી સરકારે હાલ લોકડાઉનને અમલમાં મૂકવાની તૈયારીમાં છે અને તે માટે તેની સાથે જ પડોશના રાજયમાં પણ તેનો અમલ કરવાની તેણે કોર્ટ પાસે માગણી કરી હતી. આ દરમિયાન કોર્ટે દિલ્હી સરકારને પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે શું પગલા લીધા એવો સવાલ પૂછ્યો હતો. તેમ જ રોડ પરની ધૂળ-માટી હટાવવા માટે કેટલા મશીન છે એવા સવાલ પણ કર્યા હતા. મશીન પાછળ ખર્ચેલી રકમ બાબતે પણ સવાલ કરીને  ઓડિટ કરવા માટે કોર્ટને મજબૂર નહીં કરતા એવો કટાક્ષ કોર્ટે વ્યકત કર્યો હતો. એ દરમિયાન જ દિલ્હી સરકાર  દર મહિને જાહેરખબર પાછળ 50 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું જાણીને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યકત કરી હતી અને કહ્યું હતું કે એર પોલ્યુશન પાછળ સરકારનું બજેટ માત્ર 10 કરોડ રૂપિયા છે અને  જાહેરખબર પાછળ 50 કરોડ રૂપિયાનું એંધાણ કરવા સરકાર પાસે બરોબરના પૈસા છે.

Join Our WhatsApp Channel

કેન્દ્ર સરકારે લીધો શીખ તીર્થયાત્રીઓના હિતમાં મોટો નિર્ણય, આ તારીખથી કરતારપુર કોરિડોર ખોલવામાં આવશે; જાણો વિગતે 

Zeeshan Siddique Security Concerns ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી આક્રમક ‘મારા પર ગોળીબાર થવાની રાહ જુએ છે સરકાર?’ ઉઠાવ્યા ગંભીર સવાલો
Tiger Shroff Firing CJP Reaction નિર્દોષ યુવાનો પર દંડા અને ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે! ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યા અભિજીત દીપકે સરકારને લીધી આડે હાથ!
Gujarat Tiger Population Expansion ગુજરાતના જંગલોમાં ફરી ગુંજશે વાઘની ત્રાડ! રતનમહાલમાં એકલા ફરતા વાઘને મળશે સાથી આ રાજ્યમાંથી આવી રહી છે ૨ વાઘણ!
Maharashtra RPF Officer Daring Rescue જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો… ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પટકાયેલી મહિલાને જવાને બચાવી; સીસીટીવી સામે આવ્યા
Exit mobile version