232
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર 2021
શનિવાર.
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તર વચ્ચે સીએમ અરવિંદ કેજરીવાલે ઘણા મોટા નિર્ણય લીધા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, સોમવારથી દિલ્હીમાં તમામ સ્કૂલ એક સપ્તાહ માટે બંધ રહેશે.
સાથે જ દિલ્હીમાં 14થી 17 નવેમ્બર એમ ત્રણ દિવસ કન્સ્ટ્રક્શન કામ પણ બંધ રહેશે.
આ સિવાય દિલ્હીના સરકારી કર્મચારી ઘરેથી કામ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણને લઈને આજે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે, આગામી બે-ત્રણ દિવસમાં સ્થિતિને સુધારવા માટે ઇમરજન્સી પગલા ભરવામાં આવે.
જો જરૂરી ન હોય તો દિલ્હીમાં થોડા દિવસ માટે લોકડાઉન લગાવવા પર પણ વિચાર કરવામાં આવે.
You Might Be Interested In