News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજકારણ (Maharashtra politics) સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) શિવસેનાનું (Shiv Sena) નામ અને પ્રતીક ફ્રીઝ કરવાના ચૂંટણી પંચના (Election Commission) નિર્ણયને પડકારતી ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) અરજી ફગાવી દીધી છે.
શિવસેનામાં (Shiv Sena) વિભાજન પછી, બંને જૂથોએ પક્ષના પ્રતીક પર દાવો કર્યો હતો. ત્યાર બાદ ચૂંટણી પંચે નિર્ણય લીધો અને ધનુષ અને તીરના પ્રતીકને ફ્રીઝ કરી દીધું. તેની સામે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) (Uddhav Balasaheb Thackeray) પક્ષ કોર્ટમાં દોડી ગયો હતો અને આ નિર્ણયને રદ કરવાની અરજી કરી હતી. પરંતુ કોર્ટે એવો નિર્ણય આપ્યો છે જેનાથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને આંચકો લાગ્યો છે.
આ સમાચાર પણ વાંચો: 4 રાશિવાળા લોકો માટે 3 ડિસેમ્બર સુધી ચાંદી જ ચાંદી, બુધ નોકરી-ધંધામાં મોટી પ્રગતિ આપશે, પૈસા મળશે!
શિવસેના પાર્ટીના પ્રમુખ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ દૂર થતી જણાતી નથી. છેલ્લા 3 મહિના પહેલા પાર્ટીના ધારાસભ્યો અલગ થઈ ગયા અને થોડા મહિના પછી પાર્ટીનું ચિન્હ હાથમાંથી જતું રહ્યું. છેલ્લા 3 મહિના પહેલા એકનાથ શિંદેની સાથે 40 ધારાસભ્યોએ શિવસેના સાથે બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. આ પછી એકનાથ શિંદેએ (Eknath Shinde) પક્ષના ચિહ્ન પર દાવો કર્યો હતો, શિવસેનાના ધનુષ અને તીરનું પ્રતીક ચૂંટણી પંચે ફ્રીઝ કરી દીધું હતું.