Site icon

દિલ્હી હાઇકોર્ટે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિને મોકલી નોટિસ, આ તારીખે થશે સુનાવણી; જાણો શુ છે સમગ્ર મામલો 

News Continuous Bureau | Mumbai

દિલ્હી હાઈકોર્ટે INX મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં દસ્તાવેજોની તપાસ કરવાની મંજૂરી આપતા ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અરજી પર પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ અન્યને નોટિસ જાહેર કરી છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ જસ્ટિસ યોગેશ ખન્નાની બેન્ચે પી ચિદમ્બરમ, તેમના પુત્ર કાર્તિ અને અન્યનો જવાબ માંગ્યો હતો અને આ મામલે વધુ સુનાવણી માટે ૨૦ એપ્રિલની તારીખ નક્કી કરી હતી. તેઓએ નિર્દેશો માંગ્યા હતા જેમાં આરોપીઓને માલખાનામાં રાખવામાં આવેલ દસ્તાવેજાેની તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ ચંદ્રધારી સિંહની બેન્ચે આ કેસમાંથી પોતાને અલગ કરી લીધા હતા. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ અગાઉ પણ રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા આરોપી વ્યક્તિઓ અને તેમના વકીલોને દસ્તાવેજોનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપતા આદેશને પડકારતી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ થઈ હતી, જેને દિલ્હી હાઈકોર્ટે નકારી કાઢી હતી. 

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના આ શહેરમાં એનઆઈએના છાપા પડ્યા. આતંકી હુમલા સાથે છે કનેક્શન. જાણો વિગતે

CBIએ ૧૫ મે ૨૦૧૭ના રોજ કેન્દ્રીય નાણામંત્રી તરીકે ચિદમ્બરમના કાર્યકાળ દરમિયાન ૨૦૦૭માં રૂ. ૩૦૫ કરોડનું વિદેશી ભંડોળ મેળવવા માટે INX મીડિયા ગ્રુપને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ ક્લિયરન્સમાં અનિયમિતતાનો આરોપ મૂક્યો હતો. આ પછી ED મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો.  INX મીડિયાને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ ક્લિયરન્સમાં અનિયમિતતા હોવાના આક્ષેપ સાથે CBI દ્વારા એફઆઈઆરના આધારે આર્થિક ગુનાઓ પર નજર રાખવાની સંસ્થાએ  PMLA કેસ નોંધ્યો હતો.

આ મામલો એરસેલ-મેક્સિસ કરારની મંજૂરી સાથે સંબંધિત છે. આરોપ છે કે, આ કરારને મંજૂરી આપવામાં ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. મની લોન્ડરિંગના આરોપો પણ છે. પી ચિદમ્બરમ નાણામંત્રી હતા ત્યારે આ ડીલ થઈ હતી. ચિદમ્બરમે કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે આ સમજૂતીને મંજૂરી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ પછી સીબીઆઈએ આ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પી ચિદમ્બરમ અને તેમના પુત્રને પણ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જાેકે, કોર્ટે તેમને રાહત આપી હતી. ધરપકડથી બચવા માટે પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે બાદ કોર્ટે તેને મંજૂર કરી ધરપકડ પર રોક લગાવી દીધી હતી

આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને ઇન્કમટેક્સ વિભાગે આ કેસમાં ફટકારી નોટિસ.. જાણો વિગતે

Gujarat rural development fund: ગુજરાતના ગામડાનો વિકાસ હવે વધુ વેગવંતો બનશે
Gujarat agriculture relief package: ખેડૂતોના હિતમાં જાહેર કરાયેલા ઐતિહાસિક રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી લંબાવાઈ*
Kanpur bus fire: કાનપુર નેશનલ હાઈવે પર સ્લીપર બસ ભડકે બળી, સમયસર બહાર નીકળતા મુસાફરોના જીવ બચ્યા.
Delhi Blast Case: NIA નો ધડાકો: આતંકી શાહીનની ધરપકડ બાદ તેના રૂમમાંથી મળ્યો ‘બ્લાસ્ટનો પ્લાન’,જાણો કયા કોડવર્ડનો ઉપયોગ કરાયો હતો?
Exit mobile version