News Continuous Bureau | Mumbai
દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) કેન્દ્ર અને બિહાર સરકારમાં(Central and Bihar Govt) મંત્રી રહેલા ભાજપના નેતા(BJP leader) શાહનવાઝ હુસૈનને(Shahnawaz Hussain) મોટો આંચકો આપ્યો છે. જોકે દિલ્હી હાઇકોર્ટે ૨૦૧૮ ના એક કેસમાં પોલીસે શાહનવાઝ હુસૈનના વિરુદ્ધ રેપ(Rape case) સહિત અન્ય કલમો અંતગર્ત કેસ દાખલ કરવાનો આદેશ કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ(Delhi Police) આ કેસમાં ૩ મહિનામાં પોતાની તપાસ પુરી કરી રિપોર્ટ નીચલી કોર્ટ સમક્ષ રજૂ કરે.
ન્યાયમૂર્તિ આશા મેનનના(Justice Asha Menon) ફેંસલામાં કહ્યું કે તમામ તથ્યોને જોતાં સ્પષ્ટ જાહેર થાય છે કે પોલીસ તરફથી નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવેલો રિપોર્ટ અંતિમ રિપોર્ટ નથી. જ્યારે ગુનાનું સંજ્ઞાન લેવા માટે અધિકાર પ્રાપ્ત મેજિસ્ટ્રેટને અંતિમ રીપોર્ટ અગ્રેષિત કરવાની જરૂર છે. કેસમાં એફઆઇઆર નોંધેલી હોવી જોઈએ અને આ પ્રકારની તપાસ માટે નિષ્કર્ષ પર પોલીસે કલમ ૧૭૩ સીઆરપીસી હેઠળ એક અંતિમ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે.
આ સમાચાર પણ વાંચો : જન્માષ્ટમી ના પાવન અવસર પર રણવીર સિંહ-દીપિકા પાદુકોણે કરી ગૃહપ્રવેશ ની પૂજા-તસવીરો થઇ વાયરલ-જુઓ ફોટોગ્રાફ્સ
જોકે ભાજપ નેતા શાહનવાઝ હુસૈન પર દિલ્હીની એક મહિલાએ રેપ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો(Threatening to kill) આરોપ લગાવવામાં આવ્યો હતો અને એફઆઇઆર નોંધવાની માંગ કરી હતી. મહિલાનો દાવો છે કે હુસૈને છતરપુર ફાર્મ હાઉસમાં(Chhatarpur Farm House) તેની સાથે રેપ કર્યો અને પછી જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ દિલ્હીની સાકેત કોર્ટે સાત જુલાઇ ૨૦૧૮ ના રોજ શાહનવાઝ હુસૈન વિરૂદ્ધ રેપ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. જોકે પછી કોર્ટના આ આદેશને ભાજપના નેતાએ વિશેષ ન્યાયાધીશ સમક્ષ પડકાર ફેંક્યો, પરંતુ ત્યાં પણ તેમને કોઇ રાહત ન મળી.