કાર જોડે ફસાયેલી યુવતી, યુ ટર્ન લેતી કાર…દિલ્હીની હિચકારી ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે.. જુઓ વિડીયો

દિલ્હીમાં ફરી એક ક્રૂરતાનો કિસ્સો સામે આવ્યો છે. કાંઝાવાલા અકસ્માતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આરોપીએ તમામ હદો વટાવી દીધી. ફૂટેજમાં સવારે 3.28 વાગ્યે એક વાહન નીકળતું જોવા મળે છે

by Dr. Mayur Parikh
Delhi horror: Chilling CCTV footage shows car make U-turn, dragging woman underneath

News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં ( Delhi  ) ફરી એક ક્રૂરતાનો કિસ્સો સામે આવ્યો છે. કાંઝાવાલા અકસ્માતનો વધુ એક વીડિયો ( CCTV footage ) સામે આવ્યો છે. જેમાં તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આરોપીએ તમામ હદો વટાવી દીધી. ફૂટેજમાં સવારે 3.28 વાગ્યે એક વાહન નીકળતું જોવા મળે છે અને યુવતી વાહનના આગળના વ્હીલ ( woman underneath ) નીચે ફસાયેલી જોવા મળે છે. પોલીસ કાંઝાવાલા વિસ્તારમાંથી આરોપીના બલેનો વાહનના અન્ય સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, 20 વર્ષની યુવતી એક ઇવેન્ટ ગ્રુપ સાથે કામ કરે છે. જે લગ્ન અને નાની પાર્ટીઓમાં કામ કરે છે. છોકરી તેના કામ પરથી ઘરે પરત ફરી રહી હતી, તે દરમિયાન તેની સ્કૂટી કાર સાથે અથડાઈ અને તે અકસ્માતનો શિકાર બની. બીજી તરફ, કાર ચાલક યુવતીને 4 કિલોમીટર સુધી ખેંચીને લઈ ગયો. આ દરમિયાન યુવતીના શરીર પરથી તમામ કપડા ફાટી ગયા હતા. લગભગ 4 વાગ્યે દિલ્હી પોલીસને મૃતદેહ નગ્ન અવસ્થામાં હોવાની માહિતી મળી. આ કેસમાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચ યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  ભારે કરી.. પાંજરામાં બંધ ‘જંગલના રાજા’ સાથે વ્યક્તિએ કરી મજાક, પછી જે થયું તે જોઈને થઈ જશો હેરાન.. જુઓ વિડીયો

યુવતીના પરિવારજનોએ પોલીસ પર બળાત્કાર અને આરોપીને બચાવવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ દિલ્હી પોલીસને બળાત્કારના એંગલથી તપાસની માંગ કરતો પત્ર લખ્યો છે. આ કેસમાં દિલ્હી એફએસએલની ટીમ આરોપીની કાર અને બાળકીની ક્ષતિગ્રસ્ત સ્કૂટીની ફોરેન્સિક તપાસ કરશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More