ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
કોરોનાના કેસ ઘટતા દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે .
પ્રાપ્ત જાણકારી મુજબ દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાથે જ દિલ્હીના બજારોમાં દુકાનોના ઓડ ઈવન નિયમને ખતમ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો.
સિનેમા હોલ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. લગ્ન સમારોહમાં 200 લોકોના ભાગ લેવા પર પણ મંજૂરી આપવામાં આવશે.
જોકે આ દરમિયાન નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે.
