Delhi Liquor Case: દિલ્હી દારુ નિતિ કેસમાં હવે પંજાબનો વારો? ભગવંત માનના ધારાસભ્યો અને અધિકારીઓ પર EDની નજર..

Delhi Liquor Case: બીજેપી પંજાબ યુનિટના વડા સુનીલ જાખરે માંગ કરી હતી કે ED, ચૂંટણી પંચ સાથે મળીને રાજ્યમાં AAP સરકારની દારૂની નીતિની તપાસ કરે. ED દ્વારા જે અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં તત્કાલીન એક્સાઇઝ ફાઇનાન્સ કમિશનર કેએપી સિન્હા અને કમિશનર વરુણ રૂજમ ઉપરાંત ટેક્સેશન વિભાગના જોઇન્ટ કમિશનર નરેશ દુબેનો પણ સમાવેશ થાય છે.

by Bipin Mewada
Delhi Liquor Case Now it's Punjab's turn in the Delhi liquor policy case ED eyes on MLAs and officials of Bhagwant Mann..

News Continuous Bureau | Mumbai 

Delhi Liquor Case: દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી ( AAP ) ના વડા અરવિંદ કેજરીવાલની ( Arvind Kejriwal ) ગુરુવારે કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. આથી હવે પંજાબમાં પણ AAPની અંદર ભયનું વાતાવરણ છે. ગયા વર્ષે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોહાલીમાં AAP ધારાસભ્ય અને રિયલ્ટર કુલવંત સિંહના નિવાસસ્થાન અને કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. આ સિવાય EDએ પંજાબ સરકારના 3 અધિકારીઓની પણ પૂછપરછ કરી હતી. 

શુક્રવારે બીજેપી પંજાબ ( Punjab ) યુનિટના વડા સુનીલ જાખરે માંગ કરી હતી કે ED, ચૂંટણી પંચ સાથે મળીને રાજ્યમાં AAP સરકારની દારૂની નીતિની તપાસ કરે. ED દ્વારા જે અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં તત્કાલીન એક્સાઇઝ ફાઇનાન્સ કમિશનર કેએપી સિન્હા અને કમિશનર વરુણ રૂજમ ઉપરાંત ટેક્સેશન વિભાગના જોઇન્ટ કમિશનર નરેશ દુબેનો પણ સમાવેશ થાય છે. આ સિવાય પંજાબમાં ( Bhagwant Mann ) દારૂ વેચવા માટે જથ્થાબંધ લાઇસન્સ (L1) મેળવનાર બે કંપનીઓના પ્રમોટરો દિલ્હી લિકર પોલિસી કેસમાં આરોપી છે. આવી સ્થિતિમાં પંજાબની આમ આદમી પાર્ટી સરકાર માટે હવે ચિંતા વધી ગઈ છે.

 પંજાબના અધિકારીઓ EDની સામે સરકારી સાક્ષી બની શકે છે…

EDએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પંજાબમાં જ્યારે દારૂની નીતિ બનાવવામાં આવી ત્યારે રૂજમ અને દુબે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે હાજર હતા. ઉલ્લેખનીય છે કે, હાલ સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. ઇડીએ રૂજમ અને દુબેના ઘર પર પણ દરોડા પાડ્યા હતા. આ સિવાય સીબીઆઈએ ગયા વર્ષે પંજાબ સરકારના બે સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પરંતુ સરકારે આ અંગે ન તો કોઈ જવાબ આપ્યો કે ન તો કોઈ કાર્યવાહી કરી. ઉલ્લેખનીય છે કે, હાલ કેએપી સિંહા હાલમાં નાણા કમિશનર (વિકાસ) છે.

આ સમાચાર પણ વાંચો :  Pune Crime: પુણેમાં પત્નીના અફેરથી નારાજ થઈને પતિએ ભર્યું આ પગલું, આરોપી સહિત 2ની ધરપકડ..

આમ આદમી પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે ડર છે કે પંજાબના અધિકારીઓ EDની સામે સરકારી સાક્ષી બની શકે છે. તેનાથી પંજાબમાં AAP નેતાઓ માટે મોટું સંકટ સર્જાઈ શકે છે. તેમજ આ અંગે AAP આરોપ લગાવી રહી છે કે EDની કાર્યવાહી ભાજપનું રાજકીય કાવતરું છે અને ચૂંટણી પહેલા આ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More