Site icon

તારીખ પર તારીખ! પાંચ વર્ષ સુધી ન્યાય ન મળતાં આ વ્યક્તિએ સાચે જ કોર્ટમાં ફિલ્મી ડાયલૉગ ઉચ્ચાર્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

દિલ્હીની કડકડ ડૂમા કોર્ટમાં ન્યાય મળવામાં મોડું થતાં એક વાદીએ કોર્ટરૂમમાં જબરદસ્ત હોબાળો મચાવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મીડિયાના અહેવાલો મુજબ આ વ્યક્તિએ સમયસર ન્યાય ન મળતાં અકળાઈને કોર્ટરૂમમાં બૂમો પાડી હતી. દરમિયાન દામિની ફિલ્મનો સની દેઓલનો પ્રખ્યાત ડાયલૉગ તારીખ પર તારીખ મિલતી રહેતી હૈ મગર ઇન્સાફ નહિ મિલતા જજસાહબસાચે જ કહી સંભળાવ્યો હતો.

આ વ્યક્તિ પર હોબાળો કરી કથિત રીતે કોર્ટના કમ્પ્યુટર અને ફર્નિચર તોડ્યા હોવાનું અહેવાલો સૂચવે છે. આ ઘટના ૧૭ જુલાઈના રોજ કોર્ટ રૂમ નંબર 66માં બની હતી. શાસ્ત્રીનગરનો રાકેશ નામનો રહેવાસી વર્ષ 2016થી પડતર પોતાના કેસમાં ન્યાય ન મળતાં નારાજ હતો. કોર્ટ તરફથી વારંવાર મળતી લાંબી તારીખોથી કંટાળેલા આ વ્યક્તિએ છેવટે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.

મહારાષ્ટ્રમાં માતૃભાષા ગુજરાતીની શાળાઓનું SSCમાં ધમાકેદાર પરિણામ : લગભગ તમામ શાળાઓએ મેળવ્યું ૧૦૦% રિઝલ્ટ;જાણો વિગત

આ વ્યક્તિએ કોર્ટરૂમની અંદર જજની બેન્ચ પર તોડફોડ કરી હતી અને કોર્ટરૂમના સ્ટાફે એલાર્મ વગાડવો પડ્યો હતો, જેને પગલે પોલીસે રાકેશની ધરપકડ કરી હતી. આરોપી રાકેશની ધરપકડ કરીને તેને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો હતો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે રાકેશની કલમ 186, 353 અને કલમ 427 હેઠળ ગુનો નોંધ્યો છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version