News Continuous Bureau | Mumbai
પાટનગર દિલ્હી (Delhi) માં ચકચાર મચાવનારી એક ઘટના બની છે. દેશભરમાં હાલ આ હત્યાની ચર્ચા થઈ રહી છે. મુંબઈ (Mumbai) ની શ્રદ્ધા નામની એક યુવતી બોયફ્રેન્ડ આફતાબ સાથે દિલ્હી રહેવા આવી ગઈ હતી. આફતાબે શ્રદ્ધાની કરપીણ હત્યા (murder) કરી. માત્ર હત્યા જ નહીં, તેણે યુવતીના મૃતદેહના 35 ટૂકડા કર્યા અને દિલ્હી શહેરના અલગ અલગ સ્થળોએ ફેંકી આવ્યો. આફતાબે માસૂમ ચહેરાની આડમાં આ નિર્મમ હત્યાને અંજામ આપ્યો. તેનો ચહેરો જોઈને કોઈ અંદાજો પણ ના લગાવી શકે કે આ છોકરો આટલો ક્રૂર હશે.
#દિલ્હી #મર્ડરકેસ: #શ્રદ્ધાની #હત્યાના આરોપી #આફતાબના લોકઅપ વિઝ્યુઅલ આવ્યા સામે, આવી રીતના ગુજારી આખી રાત.. જુઓ વિડીયો #AftabPoonawalla #shraddhawalker #murder #Lockup #newscontinuous pic.twitter.com/x8YV2ykl7o
— news continuous (@NewsContinuous) November 15, 2022
આ મામલામાં આફતાબ પર આઈપીસીની કલમ 302 અને 201 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે આરોપીને પાંચ દિવસની રિમાન્ડ પર મોકલી આપ્યો છે. શ્રદ્ધાનો આરોપી આફતાબ પોલીસ લોકઅપ (Police Lockup) માં સૂતો જોવા મળ્યો હતો. જેલની અંદરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: સાઉથ સુપરસ્ટાર મહેશબાબુ પર તૂટી પડ્યો દુ:ખનો પહાડ, માતા બાદ હવે તેમના પરિવારના આ સભ્યએ દુનિયાને કહ્યું અલવિદા..