Site icon

દિલ્હીમાં કિશોરીની ઘાતકી હત્યા, ચાકુથી 34 સેકન્ડમાં માર્યા 20 ઘા, હત્યારો સાહિલ અહીંથી ઝડપાયો

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની છોકરી (સાક્ષી)ની ચાકુ મારીને હત્યા કરવાના કેસમાં આરોપી સાહિલ ખાનને મંગળવારે બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. પોલીસે સોમવારે યુપીના બુલંદશહરમાંથી આરોપીની ધરપકડ કરી હતી.

How cops caught Sahil, accused of stabbing girlfriend

દિલ્હીમાં કિશોરીની ઘાતકી હત્યા, ચાકુથી 34 સેકન્ડમાં માર્યા 20 ઘા, હત્યારો સાહિલ અહીંથી ઝડપાયો

News Continuous Bureau | Mumbai

આરોપી સાહિલ ખાનને આજે દિલ્હીની કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. કથિત રીતે મિત્રતા તોડવા બાબતે થયેલા ઝઘડા પછી પાગલ પ્રેમી સાહિલ દ્વારા યુવતીને છરીથી 16 થી વધુ વાર મારવામાં આવ્યો હતો અને પછી તેનું માથું પથ્થરથી કચડી નાખ્યું હતું.

Join Our WhatsApp Community

દિલ્હી પોલીસે સોમવારે 20 વર્ષીય આરોપી સાહિલની ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લામાં તેના ફઈના ઘરેથી ધરપકડ કરી હતી. પોલીસે આજે તેને કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે તેના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસની અપીલ સ્વીકારીને કોર્ટે સાહિલને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે.

‘સાહિલે તેને રમકડાની બંદૂક બતાવ્યા પછી છરી વડે હુમલો’

તમને જણાવી દઈએ કે, ધરપકડ બાદ સાહિલ ખાને અત્યાર સુધીની પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે કે સાક્ષીની હત્યા કર્યા બાદ તેણે રિથાલામાં બનેલી ઘટનામાં વપરાયેલ ચાકુ છુપાવી દીધો હતો. સાહિલે એ પણ જણાવ્યું કે આ પછી તે બે બસ બદલીને રિથાલાથી બુલંદશહર ભાગી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો: ‘હું માહી ભાઈ માટે…’ હાર્દિક પંડ્યાએ બતાવ્યું મોટું દિલ, ફાઇનલમાં હારનું દુઃખ ભૂલીને ધોનીને કરી હૃદય સ્પર્શી વાત

ઘાતકી હત્યા બાદ સામે આવેલા લગભગ 90 સેકન્ડના વાયરલ વીડિયોમાં, આરોપી સાહિલ છોકરીને એક હાથે એક ગલીની અંદર દિવાલ તરફ ધક્કો મારતો અને વારંવાર ચાકુ મારતો જોવા મળે છે. જ્યારે છોકરી જમીન પર પડી ત્યારે પણ તે અટક્યો ન હતો, તેના પર છરી વડે હુમલો કરતો રહ્યો. તે તેણીને ઘણી વખત લાતો મારે છે અને પછી તેના પર સિમેન્ટના સ્લેબથી ઘણી વખત હુમલો કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો ચુપચાપ ઉભા રહીને બધું જોતા રહ્યા, પરંતુ કોઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં. વીડિયો વાયરલ થયા બાદ આ મામલો હેડલાઇન્સમાં આવ્યો છે. 

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version