ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વાયુ પ્રદૂષણની સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ છે.
સુપ્રીમ કોર્ટે અદાલતની કાર્યવાહીને જે રીતે ટીવી પર બતાવવામાં આવી રહી છે તે અંગે નારાજગી વ્યક્ત કરી છે
દિલ્હીની 5-7 સ્ટાર હોટલોમાં બેસીને ખેડૂતો પર ટિપ્પણી કરવી ખૂબ જ સરળ છે, જોકે એ વાત કોઈ સમજવા જ માગતું નથી કે ખેડૂતોને પરાલી શા માટે સળગાવવી પડે છે.
સાથે તેમણે એમ પણ કહ્યું કે કોઈપણ સોર્સથી વધુ પ્રદૂષણ ટીવી ચેનલો પર થતી ચર્ચાથી ફેલાય છે. ત્યાં દરેકનો કોઈ ને કોઈ એજન્ડા છે. અમે અહીં ઉપાય શોધવાની કોશિશ કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગત સુનાવણી(15 નવેમ્બર)માં કેન્દ્ર અને દિલ્હી સરકારને પ્રદૂષણ બાબતે ઝાટક્યા હતા.