ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
22 જુન 2020
દિલ્હીમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તોઈબાના ચારથી પાંચ આતંકવાદીઓ દિલ્હીમાં ઘુસ્યા હોવાની વાત સામે આવી છે. આ આતંકવાદીઓ દિલ્હી નોઈડા સરહદને અડીને આવેલા વિસ્તારોમાં હુમલો કરી શકે છે એવા ઇનપુટ્સ મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે, અને રાજ્યને જોડતી તમામ સરહદો પણ સીલ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીને માહિતી મળી હતી કે આતંકવાદીઓનું એક જૂથ જમ્મુ કાશ્મીરથી ટ્રક દ્વારા દિલ્હીમાં ઘુસી ગયું છે અને હથિયારો વડે દિલ્હી એનસીઆર સહિત મોટો હુમલો કરી શકે છે. ત્યારબાદ તમામ જાહેર સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ભાડે આપેલા તમામ મકાનો, ગેસ્ટ હાઉસ, હોટલ, રીસોર્ટમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર જતા અને આવતા રસ્તે વાહનોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે...
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com