ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ઓગસ્ટ 2020
ઈસ્લામિક સ્ટેટ (ISIS) ના આતંકવાદીઓ ભારતની રાજધાની દિલ્હી સુધી પહોંચી ગયા છે. દિલ્હીના ધૌલા કુવામાં થયેલા એન્કાઉન્ટર બાદ પોલીસે આઈ.ઈ.ડી. સાથે આઇ.એસ.આઇ.એસ. ના આતંકવાદીની ધરપકડ કરી છે. જ્યારે બીજો ફરાર થઈ ગયો છે. આ અંગેની વધુ માહિતી આપતા, દિલ્હી પોલીસ સ્પેશયલ સેલના ડીસીપીએ જણાવ્યું હતું કે "આઇ.એસ.આઈ.એસ ના એક આતંકીની 'ઓપરેટિવને ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ' (આઈ.ઈ.ડી) સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસને પહેલેથી બાતમી મળી હતી જેને આધારે તપાસ ચાલુ જ હતી. તપાસ દરમિયાન પોલીસે આ આતંકીને સરેન્ડર થવાનું કહ્યું તો તેણે સામે ફાયરિંગ કર્યું હતું. જે બાદ પોલીસે પણ સામો ગોળીબાર કરી આતંકીને ઝડપી પાડ્યો હતો.
આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) ભારતમાં તેના પગ જમાવવા માટે લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યું છે. જે માટે ISIS સતત ભારતીય યુવાનોના મનમાં ઝેર નાંખી રહ્યું છે અને આતંકવાદી પ્રવૃતિઓ કરવા માટે, વિવિધ સોશિયલ મીડિયા દ્વારા યુવાનોની ભરતી કરી રહ્યું છે, એમ પકડાયેલા આતંકવાદી એ જણાવ્યું હતું.. ATS ના હાથે પકડાયેલ આરોપીને દિલ્હીની કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com