અરે વાહ શું વાત છે- આ રાજ્યમાં વાલીઓ શાળામાં ભણી રહેલા પોતાના વિદ્યાર્થીને લાઈવ જોઈ શકશે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

હવે ટૂંક સમયમાં વાલીઓ તેમના મોબાઈલ(Mobile) પર શાળામાં(Schools) તેમના બાળકની ગતિવિધિઓ(Childrens activities) જોઈ શકશે. દિલ્હી સરકાર(Delhi Govt) આવતા મહિનાથી તમામ સરકારી શાળાઓમાં(government schools) આ સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. સરકારની સૂચનાથી શાળાઓએ આ યોજના પર કામ કરી રહેલા જાહેર બાંધકામ વિભાગને વાલીઓનો ડેટા આપવાનું શરૂ કરી દીધું છે. અડધી જેટલી શાળાઓનો ડેટા વિભાગને મળી ગયો છે. 

સલામતી ખાતર (safety sake) વાલીઓ પાસેથી લેખિતમાં લેવામાં આવી રહ્યુ છે કે શાળામાં ભણતા બાળકોને જાેવા માટે જે સુવિધા આપવામાં આવી રહી છે તેનો તેઓ દુરુપયોગ નહીં કરે. લોક નિર્માણ વિભાગે(Public Works Department) સિસ્ટમમાં ડેટા લોડ કરવાનુ શરૂ કરી દીધું છે. આ કામ આગામી થોડા દિવસોમાં પૂર્ણ થઈ જશે. આ વ્યવસ્થા બે વર્ષથી તૈયાર છે પરંતુ કોરોનાને(Corona) કારણે શરૂ થઈ શકી નથી. યોજના મુજબ ટ્રાયલ પૂર્ણ થયા પછી દિલ્હીની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના માતા પિતા હવે શાળામાં અભ્યાસ કરતી વખતે ઓગસ્ટથી નિયમિતપણે તેમના બાળકોને તેમના મોબાઈલ પર જોઈ શકશે. લોક નિર્માણ વિભાગે ૫૭૪ શાળાની ઇમારતોમાં ૧૦૫૭૯૭ સીસીટીવી કેમેરા(CCTV camera) લગાવ્યા છે. બાંધકામની કામગીરી પૂર્ણ થતાં જ બાકીની ૧૫૪ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે એ જ ભૂલ રીપીટ કરી જેને કારણે શિવસેના તૂટી- શિંદે સમર્થકોને બોલવાનો મોકો મળ્યો

ઉનાળુ વેકેશન(summer vacation) બાદ જુલાઈથી આ સુવિધા ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯માં દિલ્હી સરકારે વિદ્યાર્થીઓની સલામતી(Safety of students) માટે ૫૯૭ કરોડ રૂપિયાના ખર્ચે તેમની તમામ ૭૨૮ શાળા બિલ્ડીંગોમાં(school buildings) ૧,૪૬,૮૦૦ સીસીટીવી કેમેરા લગાવવાનો ર્નિણય લીધો હતો. પરંતુ કોવિડ-૧૯ રોગચાળાને કારણે આ કામમાં વિલંબ થયો છે. કેમેરા લગાવનાર કંપની પાંચ વર્ષ સુધી જાળવણી ની જવાબદારી સંભાળશે. શાળાઓની સમગ્ર બાઉન્ડ્રી વૉલ કેમેરાથી કવર થાય તે રીતે કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ વર્ગોમાં કેમેરા લગાવ્યા બાદ મુખ્ય શિક્ષકના રૂમમાં એલઇડી સ્ક્રીન પર દરેક વર્ગખંડની સ્થિતિ જોવા ની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક શાળાના વર્ગખંડમાં ત્રણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાનુ નિયંત્રણ સ્થાપિત દિલ્હી સરકારના IT અને શિક્ષણ વિભાગ પાસે હશે.

સરકાર મોબાઈલ એપ(mobile app) દ્વારા દરેક વાલીઓને તેમના બાળકના વર્ગ અને રોલ નંબરના આધારે અનન્ય ઍક્સેસ પ્રદાન કરશે. આ મોબાઈલ એપ દ્વારા વાલીઓ ફક્ત તેમના બાળકના વર્ગના લાઈવ CCTV ફૂટેજ(Live FOotage) જોઈ શકશે. વાલીઓને ટૂંક સમયમાં પાસવર્ડ મળવાનું શરૂ થશે સરકાર નવેમ્બર સુધીમાં તમામ ૧૦૨૮ શાળાઓમાં આ સુવિધા પૂરી પાડવાની યોજના ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો :હર ઘર તિરંગા માટે પોતાના મોબાઈલ અને સોશિયલ મીડિયાના ડીપી માં મુકવા માટે -મેરા ભારત મહાન- લખેલા સાથે સ્ટીકર અહીંથી ડાઉનલોડ કરો

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More