ચોમાસાની વચ્ચે ઉત્તર ભારતમાં હિટવેવ, આ રાજ્યોના લોકો તડકે શેકાયા ; દિલ્હીમાં 90 વર્ષ પછી સૌથી ગરમ તાપમાન

by Dr. Mayur Parikh

યુપી-દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ચોમાસામાં ગરમીના કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. 

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં 90 વર્ષ પછી 1 જુલાઇએ સૌથી વધુ ગરમી જોવા મળી. આજે દિલ્હીનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું.

આઇએમડીના જણાવ્યાનુસાર નીચલા સ્તરે પાકિસ્તાનથી ઉત્તર-પશ્ચિમ ભારત તરફ હિટ વેવ્સના કારણે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગો ગરમી પડી રહી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને યુપીમાં આગામી બે દિવસ ગરમીનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે.

ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત, દેશમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક 4 લાખને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More