News Continuous Bureau | Mumbai
Delhi: દિલ્હી એરપોર્ટ નજીક એરોસિટી ( Aerocity ) સ્થિત એક લક્ઝરી હોટલમાં ( luxury hotel ) એક મહિલા રહેવા આવી હતી. તેના બેંકના ખાતામાં ( bank account ) માત્ર 41 રૂપિયા હતા. તેમ છતાં તે આ લક્ઝરી હોટલમાં 15 દિવસ સુધી રોકાઈ હતી. આંધ્રપ્રદેશની ( Andhra Pradesh ) રહેવાસી આ મહિલાનું આ સમયગાળા દરમિયાન 6 લાખ રૂપિયાનું બિલ ( Hotel Bill ) બન્યું હતું. ખાસ વાત એ છે કે ચેકઆઉટના સમયે તે હોટલના સ્ટાફને મૂર્ખ બનાવીને ત્યાંથી ભાગી જવામાં સફળ રહી હતી. હોટલનો સ્ટાફ કંઈક સમજી શકે. ત્યાં સુધીમાં આરોપી તેમની પહોંચથી દૂર જવામાં સફળ રહી હતી. જોકે, દિલ્હી પોલીસે ( Delhi Police ) હવે આ મહિલાની ધરપકડ કરી છે.
આશ્ચર્યની વાત એ છે કે મહિલાએ 2.11 લાખ રૂપિયાની હોટલની સ્પાની સુવિધાનો પણ લાભ લીધો હતો. તેણે નકલી ઓળખ ( fake identity) કાર્ડ બતાવીને આ સુવિધાનો લાભ લીધો હતો. દિલ્હી પોલીસે 13 જાન્યુઆરીએ હોટેલ સાથે છેતરપિંડી કરવાના આરોપમાં આ મહિલાની ધરપકડ કરી હતી અને મહિલાના ખાતાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આરોપીના ખાતામાં માત્ર 41 રૂપિયા જ હતા.
દિલ્હી પોલીસે આરોપીની તપાસ માટે હવે આંધ્ર પ્રદેશ પોલીસને પત્ર લખ્યો છે..
એક અહેવાલ મુજબ, દિલ્હી પોલીસ હજુ સુધી એ શોધી શકી નથી કે મહિલાના હોટલમાં રોકાવાનો હેતુ શું હતો. તેણી અહીં શા માટે આવી હતી? એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે હવે આંધ્ર પ્રદેશ પોલીસને આ મામલે એક પત્ર લખ્યો છે કે શું તેઓ આરોપીનું સાચું સરનામું અને તેના પરિવારના સભ્યો વિશે વિગતો આપી શકે છે.
આ સમાચાર પણ વાંચો : World’s Most Corrupt Countries: વિશ્વનો સૌથી વધુ અને સૌથી ઓછા ભ્રષ્ટ દેશોની યાદી થઈ જાહેર.. આ છે વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશો, જાણો ભારતની સ્થિતિ શું છે?
લક્ઝરી હોટલમાં 15 દિવસ સુધી રોકાયા બાદ, ઓનલાઈન પેમેન્ટ ન મળતાં મહિલાએ હોટલના સ્ટાફ સાથે છેતરપિંડી કરી હતી અને ફરાર થઈ હતી. આ કેસમાં પોલીસે અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે આરોપીએ ફોન પર હોટલ સ્ટાફને બતાવ્યું કે તેણે ICICI બેંક UPI એપ દ્વારા સમગ્ર પેમેન્ટ કર્યું છે, પરંતુ બાદમાં જ્યારે રેકોર્ડ તપાસમાં આવ્યો. ત્યારે જાણવા મળ્યું કે આવી કોઈ ચુકવણી કરવામાં આવી નથી.
મળતી માહિતી મુજબ, પોલીસને શંકા છે કે મહિલા દ્વારા જે એપનો ઉપયોગ કર્યો હતો તે શંકાસ્પદ છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે તે તેના પતિ સાથે ન્યૂયોર્કમાં રહેતી હતી. આ બંને વ્યવસાયે ડોક્ટર હતા. પરંતુ બાદમાં તેણે પોલીસ પુછતાછમાં સહકાર આપ્યો ન હતો. પોલીસે હજુ સુધી આરોપીની ઓળખની પુષ્ટિ કરી નથી. હાલ આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.