એક વાયરલ વિડીયોથી દેશભરમાં મશહુર થઇ ગયેલા બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદને સફદરજંગના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે તેમણે માનસિક તણાવના કારણે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી.
ઊંઘની ગોળીઓ ખાધા પછી તેમની હાલત વધુ કથળતી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હાલ બાબા કાંતા પ્રસાદ આઉટ ઓફ ડેન્જર છે અને પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
