ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 7 એપ્રિલ 2021
બુધવાર
જ્યાં એક તરફ મુંબઈ અને મહારાષ્ટ્રમાં સખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ પાડોશી રાજ્ય એટલે કે ગુજરાતમાં વડોદરા શહેરના વેપારીઓએ રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે કે ગુજરાત રાજ્યમાં વડોદરા જિલ્લામાં સાત દિવસનું લોકડાઉન લગાડવામાં આવે. વડોદરા વેપાર એસોસિએશનના અધ્યક્ષ એ સરકાર સમક્ષ મૂકી છે કે વડોદરામાં બહુ ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં વહેલામાં વહેલી તકે વડોદરામાં લોકડાઉન લગાડવું જોઈએ જેથી પરિસ્થિતિ કાબૂ બહાર ન જતી રહે.