News Continuous Bureau | Mumbai
Shri Lakshminarayan Dev Bicentenary Festival: વડતાલ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેની મુખ્ય ભૂમિકાને માન આપવા માટે એક વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આ મંદિર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની તરીકે સેવા આપે છે, જે આજે વિશ્વભરમાં ફેલાયેલું છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશ પર સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર કમળ આકારમાં બનાવવામાં આવ્યું છે, જે તમામ ધર્મોમાં સંવાદિતાની ભાવનાનું પ્રતીક છે. તેમાં દેવી-દેવતાઓના ભૂતકાળના અવતારોનું નિરૂપણ શામેલ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ દ્વારા વિવિધ સંપ્રદાયના સંતો-મહંતો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવની… pic.twitter.com/jbK9D0Snvu
— CMO Gujarat (@CMOGuj) November 9, 2024
09-11-2024૪ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel ) , આચાર્ય મહારાજ 1008 શ્રી રાકેશપ્રસાદ જી, વડતાલધામ મંદિરના મુખ્ ય કાર્યપાલક કોઠારી, પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા, દિનેશકુમાર શર્મા તેમજ અન્ય પૂજ્ય સ્વામીશ્રીની ( Swaminarayan ) ઉપસ્થિતિમાં તા.09/11/2024ના રોજ આ સ્ટેમ્પ વિમોચન કરવામાં આવ્યું હતું.
Shri Lakshminarayan Dev Bicentenary Festival: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવની ટપાલ ટિકિટનું વિમોચન
શ્રી શ્રી જયરાજ ટી.જી. દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્મારક સ્ટેમ્પમાં ( Postage stamps ) વડતાલધામ મંદિર તેની અદભૂત પરંપરાગત સ્થાપત્યને પ્રદર્શિત કરે છે, આ મંદિરનો આકાર કમળ જેવો છે જેમાં નવ સુવર્ણ ગુંબજ છે. આ સ્ટેમ્પ વડતાલના સમૃદ્ધ વારસા અને અસંખ્ય ભક્તોના જીવન પર તેની નોંધપાત્ર અસરનું પ્રતીક છે, જે પૂજા માટે અભયારણ્ય અને પ્રેરણાનો સ્ત્રોત પૂરો પાડે છે.

Department of Posts Releases Commemorative Postage Stamps on Vadtaldham Bicentenary Festival
આ સમાચાર પણ વાંચો: GSRTC Bus: ગુજરાતના પરિવહન ક્ષેત્રે વધારો.. છેલ્લા બે વર્ષમાં એસ.ટી નિગમે ૨૭૮૭ નવીન બસો કરી કાર્યરત, દૈનિક આટલા કરોડની આવક.
Shri Lakshminarayan Dev Bicentenary Festival: વડતાલદામ દ્વિશતાબ્દી મહોત્સવ પર ટપાલ ટિકિટ
પોસ્ટ વિભાગ દ્વારા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ પર આ સ્મારક ટપાલ ટિકિટ ( commemorative stamp ) પ્રસિદ્ધ કરી તમામ ધર્મોમાં સંવાદિતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે મંદિરની કાયમી પ્રતિબદ્ધતાને શ્રધ્ધાંજલિ અર્પવામાં આવે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)