News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)માં જે કંઈ ચાલી રહ્યું છે તેના માઠા પરિણામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) અને કોંગ્રેસ(Congress) પાર્ટીએ ભોગવવા પડશે. સત્તા પરિવર્તન થતાની સાથે જ આ બંને પાર્ટીઓ વિપક્ષમાં જતી રહેશે. આને કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માં ગજબની અસ્વસ્થતા જોવા મળી રહી છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) ની અંદર નેતાઓ પ્રત્યે બળાપો કાઢવામાં આવી રહ્યો છે. અજિત પવારે(Ajit Pawar) ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલ(Home minister DiIip Walse Patil)ની વિરુદ્ધમાં બળાપો કાઢતાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર(Maharashtra)માંથી આટલા બધા નેતા રાજ્યની બહાર જતા રહ્યા અને રાજ્યનું તંત્ર સુતુ રહ્યું તે શરમજનક કહેવાય. તેમણે સીધા શબ્દોમાં ગૃહમંત્રીને આડે હાથે લેતાં કહ્યું કે આટલા નિષ્ક્રિય ગૃહમંત્રી હોવાને કારણે આજે આવી પરિસ્થિતિ પેદા થઇ છે.
આ સમાચાર પણ વાંચો : સીએસટી સ્ટેશનથી ડબલ ડેકર ટ્રેન નહીં છૂટી શકે- આ છે કારણ- હવે એક આખો બ્રિજ તોડવો પડશે